ETV Bharat / state

સરહદી વાવ વિસ્તારમાં પડી રહેલી તકલીફ દૂર કરવા સરપંચ સંગઠને વિદ્યુત બોર્ડને આપ્યું આવેદનપત્ર - the sarpanches of various villages of vav taluka

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા સરપંચ સંગઠન દ્વારાની ગામમાં કેટલીક પડતી મુશ્કેલીઓને લઈને સરપંચ સંગઠન દ્વારા વિદ્યુત બોર્ડને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે વાવ વિસ્તારની તકલીફો દૂર થાય તે માટે માંગ કરી હતી.

સરહદી વાવ વિસ્તારમાં પડી રહેલી તકલીફ દૂર કરવા સરપંચ સંગઠન દ્વારા વિદ્યુત બોર્ડને આવેદનપત્ર

author img

By

Published : Aug 8, 2020, 9:07 PM IST

બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારના વાવ તાલુકાના ગામડાઓમાં વીજ તંત્રની ઘોર બેદરકારીને લઈને વાવ તાલુકા સરપંચ એસોસિએશન સંગઠન દ્વારા UGVCL પેટાવિભાગ વાવને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જો કે, મળતી માહિતી અનુસાર વાવ તાલુકાના સરહદી ગામડાઓ લોદ્રાણી ફીડરમાં દરરોજ વારંવાર ચારથી આઠ કલાકનો લાઈટનો કાપ કરવામાં આવતા ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

ત્યારે હાલ સહરદી પંથકના ગામડાઓના લોકોની ઉગ્ર માંગ છે કે, તાત્કાલિક ધોરણે આ પ્રશ્નનો હલ કરવા આવે, જેના દ્વારા સરહદી વિસ્તારના ગામડાઓને પડતી તકલીફ દૂર થાય. જો કે, આ બાબતે સરહદી મથકના લોકો દ્વારા વારંવાર વિદ્યુત બોર્ડને આ બાબતે રજૂઆત કરવા છતાં કોઈપણ જાતના નક્કર પગલાં લેવામાં આવતા નથી.

સરહદી વાવ વિસ્તારમાં પડી રહેલી તકલીફ દૂર કરવા સરપંચ સંગઠન દ્વારા વિદ્યુત બોર્ડને આવેદનપત્ર

આ વિસ્તારના લોકોને લાઈટ મળતી કે નથી, તો આ વિસ્તારના લોકોને વિદ્યુત બોર્ડ દ્વારા કંઈ જવાબ મળતો નથી. ત્યારે આ બાબતે વિદ્યુત બોર્ડ દ્વારા સરહદી વિસ્તારના લોકોને સમયસર લાઈટ આપવામાં આવે જેનાથી આ વિસ્તારના લોકોની કાયમી તકલીફ દૂર થાય.

હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. જો કે ખાસ કરીને લોદ્રાણી, ગોલગામ, રાછેણા, બુકણા, જોડીયા, સરદારપુરા, ભાખરી જેવા અનેક ગામડાઓમાં લોકો ગામડાઓમાં વસવાટ કરે છે. પરંતુ આ વિસ્તારમાં લાઈટ ન હોવાના કારણે મોટા પ્રમાણમાં લોકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઇને વાવ તાલુકાના બુકણા અરજણભાઈ અને ભાખરી પીરાભાઈ સરપંચ અને સરપંચ સંગઠન પ્રમુખ દ્વારા લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે.

જ્યારે બુકણા ગામે કેટલા સમયથી કેટલાક વીજપોલ જર્જરિત હાલતમાં છે. જે બાબતની વીજતંત્રને અવાર-નવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી. આ વિસ્તારમાં સામાન્ય વરસાદ કે સામાન્ય પવન આવતાની સાથે જ વિજ પોલમાં મોટી હોનારત સર્જે તે કોઈ નક્કી નથી.

જો કે, જવાબદાર તંત્રને જાણ કરતાં તંત્ર દ્વારા માત્ર વાયદાઓ આપવામાં આવી રહ્યા છે. વિદ્યુતબોર્ડ દ્વારા ઝાડ કટીંગ કરવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. તેમ છતાં વીજ તંત્ર દ્વારા ઝાડ કટિંગ કરવામાં આવતું નથી અને કેટલાક ગામડાઓમાં ગ્રામ પંચાયતના ખચે જાતે ઝાડ કટીંગ કરાવવું પડે છે, તો પછી લાખો રૂપિયાની વિદ્યુતબોર્ડની ઝાડ કટિંગની ગ્રાન્ટો ક્યા હજમ થાય છે, જેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.