ETV Bharat / state

બનાસકાંઠાના પેછડાલ ગામે વધુ એક જમીન કૌભાંડ આવ્યું સામે : ન્યાય નહીં મળે તો મુખ્ય પ્રધાન ઓફીસ આગળ ધરણાની ચીમકી - Pasture land

બનાસકાંઠાના પેછડાલ ગામમાં વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે. જેમાં જમીન માલિકે ખોટા રેકોર્ડ ઉભા કરી , ખોટા દસ્તાવેજ બનાવી અને ગૌચરની કરોડો રૂપિયાની જમીન પર કબજો કરી બારોબાર વેંચી મારી હોવાની ઘટના સામે આવી છે ત્યારે આ મામલે ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો ગામના 200 થી પણ વધુ લોકો મુખ્ય પ્રધાનની ઓફિસ આગળ જઈ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

જમીન કૌંભાડ
બનાસકાંઠાના પેછડાલ ગામે વધુ એક જમીન કૌભાંડ આવ્યું સામે : ન્યાય નહીં મળે તો મુખ્ય પ્રધાન ઓફીસ આગળ ધરણાની ચીમકી
author img

By

Published : Jul 7, 2021, 10:59 AM IST

  • ડીસા તાલુકાના પેછડાલ ગામે જમીન કૌભાંડ આવ્યું સામે
  • સાચા ખેડૂતના નામે ખોટા દસ્તાવેજ કરી જમીન બારોબાર વેચાઈ
  • ગૌચરની જમીનમાં કોભાંડ કરતા ગ્રામજનોની સરકારી કચેરીઓમાં અનેક રજૂઆત

બનાસકાંઠા: જિલ્લો વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે. વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પહેલા પાણીના અભાવે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ઓછા પ્રમાણમાં ખેતી કરતા હતા પરંતુ જેમ-જેમ નર્મદા નહેર દ્વારા ખેડૂતોને પાણી પહોંચાડવામાં આવી રહી છે ત્યાંથી બનાસકાંઠા જિલ્લામાં સારી એવી ખેડૂતો ખેતી કરી રહ્યાં છે. સતત હરિયાળી જમીન બનતા જમીનના ભાવ દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સાથે અનેક વાર જમીન કૌભાંડ થઈ રહ્યા છે. અગાઉ પણ બનાસકાંઠા જિલ્લામાં ભૂમાફિયાઓ દ્વારા આ પણ ખેડૂતોને ભોળવી જમીન પચાવી પાડવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.આ અંગે ખેડૂતોએ સરકાર સમક્ષ અનેકવાર રજૂઆતો કરી છે તેમ છતાં પણ ખેડૂતોને ન્યાય મળતો નથી જેના કારણે અનેક ખેડૂતોએ જમીન ગુમાવવાનો વારો આવ્યો છે.

ડીસા તાલુકાના પેછડાલ ગામે જમીન કૌભાંડ

ડીસા તાલુકાના પેછડાલ ગામએ જમીન વિવાદ મામલે ગામજનોએ સ્થાનિક કચેરી થી લઈને કલેકટર કચેરી સુધી ફરિયાદ કરી છે. પેછડાલ ગામે સેનાભાઈ ઠાકોરની સર્વે નંબર 77, 78 ની માલીકીની જમીન આવેલી છે , જેમણે આ જમીન 1995 માં માત્ર સ્ટેમ્પના આધારે વસતાભાઇને વેચી હતી ત્યારબાદ આ જમીન પર વસતાભાઈનો કબજો હતો પરંતુ માત્ર સ્ટેમ્પના આધારે વેચેલી જમીન સેનાભાઇએ બીજી વાર ટેટોડા ગામના હરેશભાઇ ચૌધરી અને દસરથભાઈ ચૌધરીને વેચી હતી અને આ જમીન ખરીદનાર બંને લોકોએ ગૌચરની જમીન પચાવી પાડતા કાવતરું રચ્યું હતું.જેમાં ગામની ગૌચરની સર્વે નંબર 1082માં ખોટી રીતે સર્વે નંબર 77, 78 હોવાના ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા , ખોટી દિશાઓ દર્શાવતા અને ખોટા બનાવટી દસ્તાવેજોના આધારે તેમણે આ સર્વ નંબર ની જમીન બીજીવાર વેચી દીધી હતી. આમ ત્રણ કિલોમીટર દૂર અંતરિયાળ વિસ્તારમાં આવેલી અને વેચેલી જમીન ખોટા દસ્તાવેજો ના આધારે ગામમાં લાખો રૂપિયાની ગૌચરની જમીન પર દસ્તાવેજ બનાવી બીજી વાર વેચી દઈ કબજો કર્યો છે.

બનાસકાંઠાના પેછડાલ ગામે વધુ એક જમીન કૌભાંડ આવ્યું સામે : ન્યાય નહીં મળે તો મુખ્ય પ્રધાન ઓફીસ આગળ ધરણાની ચીમકી

આ પણ વાંચો : બનાસકાંઠાના મોરીખા ગામના ખેડૂતોને જંત્રીના ભાવ યોગ્ય વળતર ન મળતા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

ગ્રામજનોની રજૂવાત

ડીસા તાલુકાના પેછડાલ ગામના ખેડૂતોની જમીન ખોટી રીતે પચાવી પાડતાં ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે જે બાબતે ગ્રામજનો ના ધ્યાને આવતા જ ડીસા મામલતદાર કચેરી , નાયબ કલેકટર કચેરી અને કલેક્ટર કચેરીમાં લેખિત ફરિયાદ કરી હતી અને જો ખોટા દસ્તાવેજોના આધારે જમીન પચાવી પાડવા માટે કાવતરૂં રચનાર લોકો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો તમામ ગ્રામજનો મુખ્યપ્રધાનની ઓફિસ આગળ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠામાં Farmers નો કેન્દ્ર સરકારના Greenfield Bharatmala Project નો વિરોધ

ગૌચરની જમીનમાં કૌભાંડ

એક તરફ સરકાર ગૌચરની જમીન ખુલ્લી કરાવવાની વાતો કરી રહી છે પરંતુ બીજી તરફ પેછડાલ ગામમાં ખોટા દસ્તાવેજના આધારે કરોડો રૂપિયાની ગૌચરની જમીન પર કબજો કર્યો છે. અને જાગૃત ગ્રામજનોએ ફરિયાદ કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા હજુ સુઘી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે સરકાર આવા ભૂમાફિયાઓ સામે લેન્ડિંગ ગ્રેબિંગ એકટ મુજબ ગુન્હો નોંધી કડક કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માંગ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.