ETV Bharat / state

બનાસકાંઠામાં વાવ પાસેની કેનાલમાં વાંરવાર ગાબડા પડતા ખેડૂતોમાં રોષ - 412 કેનાલમાં ગાબડા

બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો ચાલુ રહ્યો છે અને વારંવાર કેનાલમાં ગાબડા પડવાના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. તેમ છતાં પણ સરકાર દ્વારા હજુ સુધી કોઇ જ કાર્યવાહી ન થતા ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

Banaskantha
વાવ પાસેની કેનાલમાં વાંરવાર ગાબડા પડતા ખેડૂતોમાં રોષ
author img

By

Published : Dec 3, 2019, 10:05 AM IST

ભારત-પાકિસ્તાનની બોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લો શરૂઆતથી જ પાણીની સમસ્યાનો સામનો કરતું આવ્યું છે. જેના કારણે અહીં સરહદી વિસ્તારમાં આવેલા ગામોને સિંચાઇ અને પીવાનું પાણી પૂરું પાડવા માટે છેવાડાના ગામો સુધી સરકાર દ્વારા કેનાલનું નેટવર્ક પાથરી દીધું છે.

પરંતુ આ કેનાલો બનાવવામાં શરૂઆતથી જ ભ્રષ્ટાચાર થયો હોય તેમ નહેરોમાં પાણી છોડવાની સાથે જ વારંવાર કેનાલ તૂટી જવી અને મોટા ગાબડા પડવાની ઘટનાઓ વારંવાર સામે આવે છે. જેથી ગાબડા પડતાની સાથે જ આજુબાજુના ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળવા કેનાલના પાણીથી ખેતી કરતા ખેડૂતોને કૃષિ ઉપજ કરતા વધુ નુકસાન થઈ રહ્યું છે. અવાર-નવાર પડતાં ગામડા તંત્રના ધ્યાને હોવા છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી જેથી ખેડૂતોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે.

વાવ પાસેની કેનાલમાં વાંરવાર ગાબડા પડતા ખેડૂતોમાં રોષ

બનાસકાંઠામાં ખાસ કરીને ભાભર, વાવ, સુઈગામ અને થરાદ કેનાલનું નેટવર્ક છે અને અંતરિયાળ વિસ્તારોમાં સિંચાઈ માટે જે કેનાલ બનાવવામાં આવી છે. અંતરિયાળ વિસ્તારોમાં સિંચાઈ માટે જે કેનાલ બનાવવામાં આવી છે. તેમાં શરૂઆતથી જ ભ્રષ્ટાચાર થયો હોવાનું ખેડૂતો દ્વારા બુમરાડ કરવામાં આવી હતી. છતાં પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે ખેડૂતોની કોઈ જ વાત ધ્યાને લેવામાં ન આવી તો બીજી તરફ સરકારે પણ ખેડૂતો પ્રત્યે ઉદાસીન વલણ રાખતા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી કેનાલો હવે ખેડૂતો માટે આશીર્વાદના બદલે અભિશાપરૂપ સાબિત થઇ રહી છે.

કેનાલો જ્યારથી બની ત્યારથી અત્યાર સુધી લગભગ 412 કેનાલમાં ગાબડા પડયા છે. જે મામલે સ્થાનિક ખેડૂતો અને ધારાસભ્યો જિલ્લા કલેક્ટરથી લઈ મુખ્યપ્રધાન સુધી અનેકવાર રજૂઆતો કરી છે. તેમ છતાં પણ હજુ સુધી ન તો કોઇ કાર્યવાહીના પ્રશ્નનો જવાબ ના છે. તો કેનાલની ગુણવત્તા સુધારવા માટે સરકારે કોઇ પગલાં ભર્યા જેના કારણે આજે પણ ખેડૂતો અધિકારીઓની લાપરવાહીનો ભોગ બની રહ્યા છે.

આજે પણ વાવની સ્પ્રેડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડુ પડતા લગભગ 60 એકર જમીનમાં પાણી ફરી વળ્યું હતું અને 20 જેટલા ખેડૂતોના ઉભા પાક પાણીમાં ગરકાવ થઇ જતા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સ્પ્રેડા ડિસ્ટ્રીબ્યુટી કેનાલ બની ત્યારથી અત્યાર સુધી લગભગ દસ વાર ગાબડા પડયા છે. જેના કારણે ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. વારંવાર કેનાલોમાં ગાબડાં પડવાથી લાખો લિટર પાણીનો વેડફાટ સાથે ખેતી પાકોને પણ ભયંકર નુકસાન થાય છે.

ખેડૂતોએ અધિકારીઓ, કોન્ટ્રાક્ટર સામે આક્ષેપો કર્યા છે તો સામે અધિકારીઓ પણ ગાબડા માટે ખેડૂતો જવાબદાર હોવાનું જણાવી રહ્યા છે. જ્યારે કેનાલ બની ત્યારથી અત્યાર સુધી 400 જેટલા ગાબડા પડ્યા છે અને ગાબડાના કારણે કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને અત્યાર સુધી કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેમ છતાં પણ અધિકારીઓ અને સરકાર દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી કે પગલાં ભરવામાં આવ્યા નથી. ગાબડા પડવાનો સાચું કારણ શું છે તે પણ હજુ સુધી જાણી શક્યા નથી. ત્યારે હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને કેનાલના ગાબડાથી મુક્તિ ક્યારે મળશે તે જોવું રહ્યું.

Intro:એપ્રુવલ.. બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. વાવ.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.02 12 2019

એન્કર... બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો ચાલુ રહ્યો છે અને વારંવાર કેનાલમાં ગાબડા પડવાના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે તેમ છતાં પણ સરકાર દ્વારા હજુ સુધી કોઇ જ કાર્યવાહી ન થતા ખેડૂતોમાં ભારે રોજ પ્રવર્તી રહ્યો છે

Body:વિઓ.. ભારત-પાકિસ્તાનની બોર્ડર પર આવેલ બનાસકાંઠા જીલ્લો શરૂઆતથી જ પાણીની સમસ્યાનો સામનો કરતું આવ્યું છે જેના કારણે અહીં સરહદી વિસ્તારમાં આવેલા ગામોને સિંચાઇ અને પીવાનું પાણી પૂરું પાડવા માટે છેવાડાના ગામો સુધી સરકાર દ્વારા કેનાલનું નેટવર્ક પાથરી દીધું છે પરંતુ આ કેનાલો બનાવવામાં શરૂઆતથી જ ભ્રષ્ટાચાર થયો હોય તેમ નહેરોમાં પાણી છોડવા ની સાથે જ વારંવાર કેનાલ તૂટી જવી અને મોટા ગાબડા પડવાની ઘટનાઓ વારંવાર સામે આવે છે જેથી ગાબડા પડતાની સાથે જ આજુબાજુના ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળવા કેનાલના પાણીથી ખેતી કરતાં ખેડૂતોને કૃષિ ઉપજ કરતા વધુ નુકસાન થઈ રહ્યું છે અવાર-નવાર પડતાં ગામડા તંત્રના ધ્યાને હોવા છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી જેથી ખેડૂતોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે બનાસકાંઠામાં ખાસ કરીને ભાભર, વાવ ,સુઈગામ અને થરાદ કેનાલનું નેટવર્ક છે અને અંતરિયાળ વિસ્તારોમાં સિંચાઈ માટે જે કેનાલ બનાવવામાં આવી છે તેમાં શરૂઆતથી જ ભ્રષ્ટાચાર થયો હોવાનું ખેડૂતો દ્વારા બુમરાડ કરાવ અને થરાદ કેનાલનું નેટવર્ક છે અને અંતરિયાળ વિસ્તારોમાં સિંચાઈ માટે જે કેનાલ બનાવવામાં આવી છે તેમાં શરૂઆતથી જ ભ્રષ્ટાચાર થયો હોવાનું ખેડૂતો દ્વારા બુમરાડ કરવામાં આવી હતી છતાં પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે ખેડૂતોની કોઈ જ વાત ધ્યાને લેવામાં ન આવી તો બીજી તરફ સરકારે પણ ખેડૂતો પ્રત્યે ઉદાસીન વલણ રાખતા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી કેનાલો હવે ખેડૂતો માટે આશીર્વાદ ના બદલે અભિશાપરૂપ સાબિત થઇ રહી છે કેનાલો જ્યારથી બની ત્યારથી અત્યાર સુધી લગભગ 412 કેનાલમાં ગાબડા પડયા છે જે મામલે સ્થાનિક ખેડૂતો અને ધારાસભ્યો જિલ્લા કલેકટર થી લઈ મુખ્યમંત્રી સુધી અનેકવાર રજૂઆતો કરી છે તેમ છતાં પણ હજુ સુધી ન તો કોઇ કાર્યવાહી થઇ છે કે ના તો કેનાલની ગુણવત્તા સુધારવા માટે સરકારે કોઇ પગલાં ભર્યા જેના કારણે આજે પણ ખેડૂતો અધિકારીઓની લાપરવાહીના નો ભોગ બની રહ્યા છે આજે પણ વાવ ની સ્પ્રેડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડુ પડતા લગભગ ૬૦ એકર જમીનમાં પાણી ફરી વળ્યું હતું અને ૨૦ જેટલા ખેડૂતોના ઉભા પાક પાણીમાં ગરકાવ થઇ જતા નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે સ્પ્રેડા ડિસ્ટ્રીબ્યુટી કેનાલ બની ત્યારથી અત્યાર સુધી લગભગ દસ વાર ગાબડા પડયા છે જેના કારણે ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠયા છે વારંવાર કેનાલોમાં ગાબડાં પડવા થી લાખો લિટર પાણીનો વેડફાટ સાથે ખેતી પાકોને પણ ભયંકર નુકસાન થાય છે..

બાઈટ : સેધાભાઈ જોશી
( ખેતર માલિક )

બાઈટ :ધુડાભાઈ પટેલ
( સ્થાનિક ખેડૂત )

બાઈટ.. મગનભાઈ જોશી
( સ્થાનિક, ખેડૂત )

Conclusion:વિઓ.. ખેડૂતો અધિકારીઓને કોન્ટ્રાક્ટર સામે આક્ષેપો કર્યા છે તો સામે અધિકારીઓ પણ ગાબડા માટે ખેડૂતો જવાબદાર હોવાનું જણાવી રહ્યા છે જ્યારે કેનાલ બની ત્યારથી અત્યાર સુધી ૪૦૦ જેટલા ગામડા પડ્યા છે અને ગામડા ના કારણે કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને અત્યાર સુધી કરોડ રૂપિયાનું નુકસાન થયું છે તેમ છતાં પણ અધિકારીઓ અને સરકાર દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી કે પગલાં ભરવામાં આવ્યા નથી અને ગામડા પડવાનો સાચું કારણ શું છે તે પણ હજુ સુધી જાણી શક્યા નથી ત્યારે હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને કેનાલના ગાબડાં થી મુક્તિ ક્યારે મળશે તે જોવું રહ્યું.......

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.