- બનાસકાંઠા જિલ્લામાં નવજાત શિશુ મળવાની સંખ્યામાં વધારો
- ડીસા-પાટણ હાઇવે પર આવેલી સરસ્વતી સોસાયટીની બાજુમાં એક ખેતરમાંથી ભ્રુણ મળ્યું
- વારંવાર નવજાત શિશુ મળતાં સ્થાનિક લોકોમાં રોષ
બનાસકાંઠા: ડીસા-પાટણ હાઇવે પર આવેલી સરસ્વતી સોસાયટીની બાજુમાં એક ખેતરમાં મૃત હાલતમાં ભ્રુણ મળી આવ્યું હોવાની ઘટના બની છે. ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં નવજાત શિશુ મળવાની સંખ્યામાં વધારો
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દર વર્ષે દીકરી બચાવો અભિયાન થકી લાખો કરોડો રૂપિયાના કરજે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેથી લોકોમાં જાગૃતિ આવે અને દીકરીઓ પર તેમની પ્રેમ ભાવના વધે પરંતુ ક્યાંકને ક્યાંક સરહદી બનાસકાંઠા જિલ્લામાં આજે પણ નવજાત બાળકોને ફેંકી દેવાની ઘટનાઓ જોવા મળી રહી છે. ખાસ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 8થી પણ વધુ નવજાત બાળકો મળી આવ્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓને લઈ હાલમાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
એક ખેતરમાં ભ્રુણ પડ્યું હતું
ભ્રુણ મળ્યું હોવાની માહિતી મળતાં આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના અંગે જાણ કરતા તાત્કાલિક દક્ષિણ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જ્યારે સેવાભાવિ મનુભાઈ આસનાનીની મદદથી ખેતરમાંથી મળી આવેલા ભ્રુણને ડીસા સિવિલ હોસ્પિટલમાં PM અર્થે ખસેડાયું હતું. ઘટના અંગે ભ્રુણ ફેંકનાર અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી ડીસા દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે રાત્રિના સમયે ભ્રુણ ફેંકીને જનારી અજાણી વ્યક્તિ સામે લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.