બનાસકાંઠાઃ રાજ્યમાં કોરોના મહામારીના કારણે અનેક લોકો ભયમાં જીવન જીવી રહ્યા છે. લોકોમાં કોરોના ભય દૂર થાય અને કોરોના સાથે કઈ રીતે જીવન જીવવું તે માટેની આદતો પ્રસ્થાપિત થાય તે માટે શુક્રવારના રોજ બનાસકાંઠા પોલીસ દ્વારા જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મોટાભાગે પોલીસ હથિયાર અને લાઠી હાથમાં રાખતી હોય છે. પરંતુ આજે પોલીસ બેનર સાથે લોકોને અપીલ કરતી જોવા મળી રહી છે.
પોલીસે લોકોને કોરોના સાથે કઈ કઈ આદતો પોતાના જીવનમાં અમલ કરવી તે માટેના બેનર લઈ જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. જેમાં પોલીસની જનજાગૃતિ રેલીમાં લોકોનો પણ સારો આવકાર મળ્યો હતો. લોકોએ પોલીસની કામગીરીને પણ બિરદાવી હતી.