ETV Bharat / state

Water Problem in Summer : પાલનપુરમાં પાણીનો પોકાર શરૂ, પાણી નહીં અપાય તો હજુ ઉગ્ર આંદોલનની ચીમકી

પાલનપુર તાલુકામાં તળાવ ભરવાની માંગ (Water Problem in Summer) સાથે 5 હજારથી વધુ મહિલા પશુપાલકો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. પાલનપુરમાં લોકો નારા સાથે પાણીની (Palanpur Water Problem) માંગ માટે ઉગ્ર આંદોલન કરી કલેકટરને આવેદનપત્ર આપ્યું. આ ઉપરાંત લોકોએ માંગ કરી હતી કે, તાત્કાલિક ધોરણે તળાવ ભરવામાં નહિ આવે તો હજુ પણ ઉગ્ર આંદોલન થશે.

Water Problem in Summer : પાલનપુરમાં પાણીનો પોકાર શરૂ, પાણી નહીં અપાય તો હજુ ઉગ્ર આંદોલનની ચીમકી
Water Problem in Summer : પાલનપુરમાં પાણીનો પોકાર શરૂ, પાણી નહીં અપાય તો હજુ ઉગ્ર આંદોલનની ચીમકી
author img

By

Published : Apr 14, 2022, 9:59 AM IST

બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં પડેલા નહિવત વરસાદના કારણે જિલ્લામાં પાણીની (Water Problem in Summer) વિકટ સમસ્યા સર્જાય છે. આમ તો બનાસકાંઠા જિલ્લામાં જીવાદોરી સમાન ત્રણ જળાશયો આવેલા છે. પરંતુ આ ત્રણેય જળાશયોમાં આ વર્ષે નહીવત પાણી હોવાના કારણે જિલ્લામાં જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ ચાલુ વર્ષે નહીવત વરસાદ થયો હોવાના કારણે પાણીના તળ દિવસેને દિવસે નીચે જઈ રહ્યા છે. જેના કારણે હાલમાં પીવા માટે અને સિંચાઈ કરવા માટે પાણીની વિકટ સમસ્યા સર્જાઇ રહી છે.

પાલનપુરમાં પાણીનો પોકાર શરૂ, પાણી નહીં અપાય તો હજુ ઉગ્ર આંદોલનની ચીમકી

પાણીનો પોકાર શરૂ - પાણીની સમસ્ચાને લઈને ખેડૂતો દ્વારા સરકાર સામે પાણી પૂરું પાડવા માટે અનેકવાર આંદોલન કરવામાં આવ્યા છે. તેમ છતાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સાથે અન્યાય થતો હોય તેમ સરકાર ખેડૂતોની માંગણી પૂરી કરવામાં આવતી નથી. આમ તો દર વર્ષે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાણીની સૌથી મોટી સમસ્યા સર્જાતી હોય છે. પરંતુ, હવે શહેરી વિસ્તારોમાં પણ પાણીના તળ ઉંડા જતાં દિવસે દિવસે પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે. ત્યારે હાલમાં ઉનાળાની (Palanpur Water Problem in Summer) શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે.

પાલનપુરમાં પાણીનો પોકાર શરૂ
પાલનપુરમાં પાણીનો પોકાર શરૂ

આ પણ વાંચો : Drinking water shortage in patan : કોલીવાડા ગામે સરકારી શાળામાં 20 દિવસથી વિદ્યાર્થીઓને નથી મળતું પાણી

પાણી માટે આંદોલન યોજાયું - હંસા ચૌધરીએ જણાવ્યું હતું કે, ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ પાલનપુરથી ત્રણ કિલોમીટર દૂર ખેડૂતોએ એકઠા થયા હતા. ત્યાંથી પદયાત્રા કરી "પાણી આપો પાણી આપો"ની (Palanpur Water Problem) ખેડૂતોએ માંગ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી સરકાર પાસે ખેડૂતો પાણી માટેની માંગ કરી રહ્યા છે. પરંતુ તે માટે કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી. અગાઉ ખેડૂતોએ પદયાત્રા કરી ટ્રેક્ટર રેલી યોજી (Collector Taking Water Problem) આવેદનપત્ર આપ્યું હતું પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી. જેથી મહિલા પશુપાલકો પાણીની માંગ સાથે રસ્તા પર ઉતરી હતી. પીવાના પાણી નહીં પરંતુ પશુપાલનને પીવા માટે પણ હવે પાણી નથી. સરકાર ખેડૂતોની સમસ્યાને વાચા આપી પાણીની વ્યવસ્થા કરે. જો સરકાર માન્ય નહીં સ્વીકારે તો આગામી સમયમાં હજુ ઉગ્ર આંદોલન થશે.

પાલનપુરમાં લોકો નારા સાથે પાણીની માંગ માટે ઉગ્ર આંદોલન

આ પણ વાંચો: કપરાડાના 40 ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા

ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે - ભારતીય કિસાન સંઘના આગેવાન માવજી પટેલે જણાવ્યું હતું કે, ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ગઈકાલે પશુપાલન મહિલાઓ તેમજ ખેડૂતોની રેલી યોજાઈ હતી. અગાઉ પણ પાલનપુર તાલુકાના ખેડૂતો તળાવ ભરવાની (Water Problem in Banaskantha) માંગ સાથે આંદોલન કરી ચૂક્યા છે. તે ફરી એકવાર ખેડૂતો શાંતિપૂર્વક રસ્તા પર ઉતરી આવ્યા છે. ત્યારે જો હજુ પણ અમારી માંગ નહી સ્વીકારાય તો આનાથી પણ ઉગ્ર (Movement for Water in Palanpur) આંદોલન થશે. જો માંગ નહીં સ્વીકારે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે. જોકે અગાઉ થયેલા આંદોલન બાદ તળાવ ભરવા માટે સિંચાઇ વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. કઈ જગ્યાએથી પાણી લાવી શકાય તે માટે પ્રક્રિયા હાથ ધરાઇ હોવાનું કલેકટર દ્વારા જણાવાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.