ETV Bharat / state

ડીસામાં IMA ડોક્ટરો દ્વારા ડીસા પ્રાંતને આપ્યુ આવેદનપત્ર

18 જૂન શુક્રવારે સમગ્ર ભારતમાં ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા આ દિવસને નેશનલ પ્રોટેસ્ટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત અવારનવાર ડોક્ટર પર અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા હુમલામાં નુકસાન થતું હોય છે, ત્યારે સરકાર દ્વારા આવા અસામાજીક તત્વો પર કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

મAn application was handed over to Deesa province by IMA doctors in Deesa
ંમડીસામાં IMA ડોક્ટરો દ્વારા ડીસા પ્રાંતને આવેદનપત્ર અપાયું
author img

By

Published : Jun 19, 2021, 9:47 AM IST

  • ડીસામાં IMAના ડોક્ટરો દ્વારા ડીસા પ્રાંતને અપાયુ આવેદનપત્ર
  • તમામ ડૉ કાળા કપડાં ધારણ કરી પ્રોટેસ્ટ દિવસની ઉજવણી કરી
  • IMA દ્વારા નેશનલ પ્રોટેસ્ટ દિવસ ઉજવાયો

બનાસકાંઠાઃ 18 જૂન શુક્રવારે સમગ્ર ભારતમાં ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા આ દિવસને નેશનલ પ્રોટેસ્ટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત અવારનવાર ડોક્ટર પર અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા હુમલામાં નુકસાન થતું હોય છે, ત્યારે સરકાર દ્વારા આવા અસામાજીક તત્વો પર કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

ડીસામાં IMA ડોક્ટરો દ્વારા ડીસા પ્રાંતને આપ્યુ આવેદનપત્ર

ડોક્ટરોની કામગીરી

લોકોને બીમારીથી બચાવવા માટે સૌથી મહત્વની ભૂમિકા ડોક્ટરોની રહેતી હોય છે. આજે જે પ્રમાણે દિવસેને દિવસે ટેકનોલોજી વધી રહી છે તે પ્રમાણે લોકોની મોટી મોટી બીમારીઓની સારવાર ડોક્ટરો કરતા હોય છે. પરંતુ આજે કેટલીક વાર એવી ઘટનાઓ બનતી હોય છે કે ડોક્ટરોએ દર્દીઓના વિરોધમાં આંદોલન કરવાની ફરજ પડી રહી છે. આજે પણ ડોક્ટરોને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. પરંતુ કેટલીકવાર નજીવી બાબતમાં દર્દીઓ ડોક્ટરોની હોસ્પિટલો પર હુમલો કરતાં હોય છે. જેના કારણે ડૉક્ટર અને હોસ્પિટલને ભારે નુકસાન થતું હોય છે. એક તરફ ભારતીયોને બચાવવા માટે ડોક્ટરો 24 કલાક હોસ્પિટલ પર સેવા આપતા હોય છે. ત્યારે વારંવાર બનતી આવી ઘટનાઓમાં ડોક્ટર અને ભારે હાલાકી ભોગવવી પડે છે.

ડીસાના ડોક્ટરોએ નાયબ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા 18 જૂનના દિવસને નેશનલ પ્રોટેસ્ટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં ડૉક્ટરની વિરુદ્ધમાં જે હિંસા થઈ રહી છે અને અમુક કિસ્સામાં ડૉક્ટરને હેરાન પરેશાન કરવામાં આવે છે. તેની વિરુદ્ધમાં આજના દિવસે IMA દ્વારા સમગ્ર ભારતમાં અલગ-અલગ જગ્યાએ શાંતિપૂર્વક તેના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે ડીસા ખાતે પણ IMA પ્રેસિડેન્ટ ડૉ. હેતલ ગોહેલ અને વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. મોના ગાંધી સહિત ડીસાના અનેક ડોક્ટરો દ્વારા પોતાની હોસ્પિટલ પર કાળા કપડાં ધારણ કરી નેશનલ પ્રોટેસ્ટ દિવસની ઉજવણી કરી હતી. તમામ ડોકટરો એકત્રિત થઈ ડીસા પ્રાંત કચેરી ખાતે એસ.ડી.એમને આવેદનપત્ર આપ્યું હતું.

આ પણ વાંચોઃ બાબા રામદેવની સમસ્યાઓ વધી, IMAએ બંગાળ પોલીસમાં નોંધાવી ફરિયાદ

વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું

છેલ્લા ઘણા સમયથી સમગ્ર ભારતભરમાં ડોક્ટરોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. આવા લોકો સામે સરકાર દ્વારા કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. પરંતુ તેનો અમલ કરવામાં આવતો નથી. જેથી સરકાર દ્વારા આવા લોકો સામે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં હજુ પણ વારંવાર ડોક્ટરો પર બનતી ઘટનાઓ અટકી શકે તેમ છે. 19 જૂનને શુક્રવારે ડીસામાં પણ ડોક્ટરની વિરુદ્ધમાં થતાં હિંસા અને ખોટી રીતે હેરાન ગતિ કરતા તત્વો સામે કડક કાયદાની અમલવારી થાય અને ડોક્ટરો પર અત્યાચાર થતો અટકાવવા માટેની અપીલ કરી હતી. કોરોના વાઈરસની મહામારીમાં પણ સૌથી વધુ કામગીરી ડોક્ટરોએ કરી હતી. જે પ્રમાણે સમગ્ર ભારતભરમાં બીજી લહેર લોકો માટે ઘાતક નીવડી રહી હતી. તેવા સમયે તમામ ડોક્ટરોએ પોતાના પરીવારની પરવા કર્યા વગર રાત-દિવસ દર્દીઓને બચાવવા માટેના પ્રયત્નો કર્યા હતા. જેના કારણે કોરોના વાઈરસની બીજી લહેરમાં અનેક દર્દીઓને નવું જીવન પણ મળ્યું હતું. ત્યારે ખરેખર અવાર-નવાર ડોક્ટરો પર બનતી ઘટનાઓને અટકાવવા માટે સરકાર દ્વારા કાયદાઓનું કડક અમલ કરવામાં આવે તેવી પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.