ETV Bharat / state

બનાસકાંઠામાં બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા સાત લોકો ઘાયલ

બનાસકાંઠા: જિલ્લામાં વધતા જતા અકસ્માતોના બનાવ વચ્ચે મંગળવારે ભોયણ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક અને કાર ચાલક સહિત રાહદારીઓને પણ ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત બનતા ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું એકત્રિત થઈ ગયું હતું.

બનાસકાંઠામાં બાઈક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, સાત લોકો ઘાયલ
author img

By

Published : Jul 10, 2019, 10:00 AM IST

બનાસકાંઠામાં વારંવાર અકસ્માતની ઘટનાનો ભોગ બની રહેલા વિદ્યાર્થીઓ વધુ એક અકસ્માતનો ભોગ બન્યા હતા. ત્યારે મંગળવારે ડીસા-પાલનપુર હાઇવે પર બનેલી વધુ એક અકસ્માતની ઘટનામાં સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઘટના મંગળવારે બપોરના સમયે પાલનપુર તરફથી આઈટેન કાર આવી રહી હતી. તે દરમિયાન ભોયણ ગામ નજીક એક મોટર સાયકલ હાઇવે ક્રોસ કરી રહ્યું હતું, ત્યારે કારની ટક્કર લાગતા બાઇક ચાલક હવામાં ફંગોળાઈ ગયો હતો. જેથી બાઇક પર સવાર બે શખ્સોને ઇજાઓ પહોંચી હતી.

બનાસકાંઠામાં બાઈક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, સાત લોકો ઘાયલ

ત્યારબાદ કાર ચાલકે કાર પર કાબુ ગુમાવતા બસ સ્ટોપ પર ઉભેલા શાળાના વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. જેમાં બે વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર બે શખ્સો અને બે વિદ્યાર્થીઓ સિવાય ગાડીમાં સવાર અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોમાં ગાડીનો ચાલક કમલેશ ભૂતડીયા, મૂળીબેન ભૂતડીયા અને અન્ય એક નાનું બાળક ઇજાગ્રસ્ત થયું છે. જ્યારે બાઇક પર સવાર નરેશ ઠાકોર અને જગદીશ ઠાકોરને ઇજાઓ પહોંચી છે. આ ઉપરાંત આ ઘટનામાં બસ સ્ટોપ પર ઉભેલા અલ્પેશ ઠાકોર અને ચેહરાજી ઠાકોર ઇજાગ્રસ્ત થયા છે.

Intro:લોકેશન... ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા. 09 07 2019

સ્લગ... અકસ્માત

એકર:-બનાસકાંઠા જીલ્લામાં વધતી જતી અકસ્માતોની ઘટના વચ્ચે આજે વધુ એક અકસ્માત ભોયણ નજીક સર્જાયો છે.. બાઇક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક અને કાર ચાલક સહિત રાહદારીઓને પણ ઇજાઓ પહોંચી છે. આ અકસ્માત બનતા ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું એકત્રિત થઈ ગયું હતું.
         
Body:વિઓ:-બનાસકાંઠા જીલ્લામાં વિધ્યાર્થીઓના માથે સામત આવી હોય તેમ વારંવાર અકસ્માતની ઘટનાનો ભોગ બની રહેલા વિધ્યાર્થીઓ આજે વધુ એક અકસ્માતનો ભોગ બન્યા છે. આજે ડીસા પાલનપુર હાઇવે પર બનેલી વધુ એક અકસ્માતની ઘટનામાં સાત લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં બે વિધ્યાર્થીઓનો સમાવેશ થાય છે.. આ ઘટનાની વધુ વિગત પર નજર કરીએ તો આજે બપોરના સમયે પાલનપુર તરફથી આઈ ટેન કાર આવી રહી હતી.. તે દરમ્યાન ભોયણ ગામ નજીક એક મોટર સાયકલ હાઇવે ક્રોસ કરી રહ્યું હતું.. તે સમયે અચાનક કાર આવી જતાં કારની ટક્કર વાગતા બાઇક ચાલક હવામાં ફાંગોળાઈ ગયા હતા.. જેથી બાઇક પર સવાર બે શખ્સોને ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ કાર ચાલકે કાર પર કાબૂ ગુમાવતાં કાર ચાલકે કારને લઈ હાઇવેની બાજુમાં આવેલા બસ સ્ટોપ પર ઉભેલા શાળાના વિધ્યાર્થીઓને અડફેટમાં લઈ લીધા હતા.. જેમાં બે વિધ્યાર્થીઓને ઇજા પહોંચી છે. આ અકસ્માતમાં બાઇક પર સવાર બે શખ્સો અને બે વિધ્યાર્થીઓ શિવાય ગાડીમાં સવાર અન્ય ત્રણ જણને ગંભીર ઇજાઓ પહોંચી છે.. ઇજાગ્રસોને તાત્કાલિક સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોમાં ગાડીનો ચાલક કમલેશભાઈ ભૂતડીયા, મૂળીબેન ભૂતડીયા અને અન્ય એક નાનું બાળક ઇજાગ્રસ્ત થયું છે.. જ્યારે બાઇક પર સવાર નરેશ ઠાકોર અને જગદીશ ઠાકોરને ઇજાઓ પહોંચી છે.. આ ઉપરાંત આ ઘટનામાં બસ સ્ટોપ પર ઉભેલા અલ્પેશ ઠાકોર અને ચેહરાજી ઠાકોર ઇજાગ્રસ્ત થયા છે.

બાઈટ.... રમેશભાઈ

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.