ETV Bharat / state

ડીસામાં 225 કારોડના ખર્ચે તૈયાર થયેલા એલિવેટેડ બ્રિજનું અમિત શાહ કરશે ઈ-લોકાર્પણ

ડીસા શહેરમાં 225 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા એલિવેટેડ બ્રિજનું આવતીકાલે 7 જુલાઈના રોજ દેશના ગૃહપ્રધાન અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઈ-લોકાર્પણ કરશે. જે અંતર્ગત આજે 6 જુલાઈના રોજ બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

એલીવેટેડ બ્રિજ
એલીવેટેડ બ્રિજ
author img

By

Published : Aug 6, 2021, 5:24 PM IST

  • ડીસામાં ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ તૈયાર
  • 225 કરોડના ખર્ચે તૈયાર થયો એલિવેટેડ બ્રિજ
  • ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરશે ઈ-લોકાર્પણ
  • બ્રિજના લોકાર્પણને લઇ બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ

બનાસકાંઠા: ડીસાના મધ્યમાંથી નેશનલ હાઇવે નંબર 27 પસાર થાય છે. જેના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓ ભોગવી રહ્યા હતા. સરહદી વિસ્તારના વાવ થરાદ સુઈગામ ભાભર કાંકરેજ દિયોદર ધાનેરા આ તમામ તાલુકાઓ અને જ્યારે મુખ્ય મથક પાલનપુર આવવું પડતું ત્યારે ડીસાના ભારેખમ ટ્રાફિકમાંથી પસાર થવું પડતું. શહેરના મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવેના કારણે અનેક વાર અકસ્માતો થતા હતા. જેમાં શહેરના નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. આ બાબતે સ્થાનિક લોકો દ્વારા અકસ્માત નિવારવા તેમજ ટ્રાફિક સમસ્યાનો હલ લાવવા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી.

એલિવેટેડ બ્રિજ
એલિવેટેડ બ્રિજ

આ પણ વાંચો- ડીસામાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો Elevated bridge શરૂ : વર્ષોની ટ્રાફિક સમસ્યા થશે દૂર

ડીસામાં એલિવેટેડ બ્રિજ તૈયાર

આ બાબતને ગંભીરતાથી લઇ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર 225 કરોડના ખર્ચે 3.7 કિલોમીટર લાંબો વિધાઉટ લૂક એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો. આ બ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. તેમજ કંડલા અને મુન્દ્રા પોર્ટ પર જતાં વાહનોને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે. ખાસ કરીને ડીસાના ખેડૂતો જે રોજેરોજ ટ્રેક્ટર લઈને પોતાના પાકનું અવરજવર કરતા હતા. તેમાં ખેડૂતોને આ પુલ મારફતે સીધેસીધા માર્કેટયાર્ડ સુધી પહોંચવા માટે સરળતા રહેશે.

એલિવેટેડ બ્રિજ
એલિવેટેડ બ્રિજ

આ પણ વાંચો- Elevated bridge: ડીસા ખાતે બનેલા એલિવેટેડ બ્રિજ મુદ્દે વધુ એક ફરિયાદ

ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરશે ઈ-લોકાર્પણ

ઉત્તર ગુજરાતમાં સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ ડીસા ખાતે બનાવવા પામ્યો છે. એલિવેટેડ બ્રિજનો ભારત દેશના ગૃહપ્રધાન અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ગાંધીનગર ખાતે ઈ-લોકાર્પણ કરવામાં આવશે. રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયા છે, જેને લઇને સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ કાર્યક્રમો તેમજ લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી અલગ અલગ કાર્યક્રમો તેમજ લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે આજે ગાંધીનગર ખાતેથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે ડીસાના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે. ડીસા પાલનપુર હાઈવે પર બંસી કાઠીયાવાડી હોટલની સામે ટાફે ટ્રેક્ટર શોરૂમની પાસે ડીસાના આ એલિવેટેડ બ્રિજના લોકાર્પણ પ્રસંગે ડીસાના ધારાસભ્યની અધ્યક્ષતામાં કાર્યક્રમ થશે. જેમાં ભારતીય જનતા પાર્ટીના શહેર, તાલુકા અને પંચાયતના સદસ્ય, ડીસા પાલિકા પ્રમુખ, ચેરમેન, નગરસેવકો અને વિવિધ મોરચાના હોદેદારો લોકાર્પણ કાર્યક્રમમાં જોડાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.