બનાસકાંઠા : ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી છેલ્લા બે માસ ઉપરાંતથી દર્શનાર્થીઓ માટે સદંતર બંધ છે. જેને લઈ અંબાજીના સૌથી મોટા આ ધાર્મિક સ્થાનમાં જાણે સન્નાટો છવાયેલુ હોય તેવું જોવા મળી રહ્યું છે. પણ હવે ક્યાંક ફરી માં અંબાના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. જેને લઈ હાલમાં કોરોના વાયરસની દહેશત વચ્ચે યાત્રિકોમાં સંક્ર્મણ ન ફેલાય અને મંદિર ખુલે તેને લઈ આયોજન હાથ ધરાઈ રહ્યું છે. જો અંબાજી મંદિર ચોથું લોકકડાઉન પૂર્ણ થતા દર્શનાર્થીઓ માટે ખુલ્લું કરવામાં આવે તો ખાસ કરીને સોશ્યિલ ડિસ્ટન્સ રાખવા માટે મંદિર પરિષરમાં ગોળ કુંડાળા સહિત યાત્રિકો સોશ્યિલ ડિસ્ટન્સ સાથે ઉભા રહે તે માટે મંદિર પ્રાંગણમાં સ્ટીકર ચોટાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
એટલું જ નહીં મંદિરના પ્રસાદ કેન્દ્રો ઉપર ભીડ ન થાય ને શ્રદ્ધાળુઓ પ્રસાદ શિસ્તબધ રહી મેળવી શકે તે માટેનું પણ આયોજન હાથ ધરાઈ રહ્યું છે. જો અંબાજી મંદિર ચોથા લોકકડાઉન પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવે તો યાત્રિકોએ ખાસ કરીને સોશ્યિલ ડિસ્ટન્સ સાથે મોં ઉપર માસ્ક બાંધીને જ પ્રવેશ કરી શકશે.
આ ઉપરાંત મંદિરમાં સેનેટાઇઝરની પણ વ્યવસ્થા કરાઈ રહી છે. તેમજ યાત્રિકોને પણ ખુબ ઓછી માત્રામાં ટોળું ન થાય તે રીતે સામાજિક અંતરનું સંપૂર્ણ પણે પાલન થાય તે રીતે જ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તેમજ માસ્ક વગર મંદિરમાં પ્રવેશ નહી મળે.
હાલમાં અંબાજી મંદિર ખુલશે તેવી શક્યતાઓને લઈ તૈયારીઓ તો કરાઈ રહી છે. પણ ચોથા લોકકડાઉન બાદ ભારત સરકાર અને રાજ્ય સરકારના નિણઁય બાદ જ મંદિર ખુલી શકશે. તેમાં કોઈ બેમત નથી.
- પરખ અગ્રવાલ,ઈ. ટીવી. ભારત