ETV Bharat / state

અંબાજી મંદિરને કોરોના ગ્રહણ, આજે મંગળવારથી આ તારીખ સુધી રહેશે બંધ

author img

By

Published : Apr 13, 2021, 8:26 AM IST

Updated : Apr 13, 2021, 1:27 PM IST

અંબાજી મંદિરમાં ફરી એક વાર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોના વાઇરસની મહામારીની પરિસ્થિતિને ધ્યાને રાખી અંબાજી મંદિરના દ્વાર ફરી એકવાર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. અંબાજી મંદિરને 13થી 30 એપ્રિલ સુધી એમ 17 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

અંબાજી મંદિરને કોરોના ગ્રહણ, આજે મંગળવારથી આ તારીખ સુધી રહેશે બંધ
અંબાજી મંદિરને કોરોના ગ્રહણ, આજે મંગળવારથી આ તારીખ સુધી રહેશે બંધ
  • અંબાજી મંદિરમાં ફરી એક વાર કોરોનાનું ગ્રહણ
  • 13થી 30 એપ્રિલ સુધી અંબાજી મંદિર રહશે બંધ
  • યાત્રિકોના આરોગ્યને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય

અંબાજી: ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે, અંબાજી મંદિરે દર્શન માટે અનેક રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. એવામાં, કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં અને યાત્રિકોના આરોગ્યને ધ્યાનમાં રાખી અંબાજી મંદિર 13થી 30 એપ્રિલ સુધી એમ 17 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે, 13થી ચૈત્રી નવરાત્રી પ્રારંભ થઇ રહી છે. ચૈત્રી નવરાત્રીની પૂર્વ સંધ્યાએ મંદિર બંધ કરવાનો નિર્ણય લઈને યાત્રિકો માટે સુખાકારી પગલું ભર્યુ છે.

આ પણ વાંચો: આ તારીખથી ચૈત્રી નવરાત્રી થશે પ્રારંભ, અંબાજી મંદિરમાં થતી અખંડ ધૂન મુલતવી રખાઇ

અંબાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત ગબ્બર મંદિર સહિત પેટા મંદિરો પણ બંધ

અંબાજી ખાતે યાત્રિકોનો મોટો મેળાવડો થતો હોય છે. એટલું જ નહીં હાલમાં રાજ્યના અનેક મોટા મંદિરોમાં કોરોનાની મહામારીના કારણે વધુ સંક્રમણ ન ફેલાય તે માટે બંધ કરવાની ફરજ પડી છે.ત્યારે, શ્રદ્ધાળુઓનો પ્રવાહ અંબાજી તરફ વળે અને મોટી ભીડભાડ થાય તો કોરોનાનું સંક્રમણ વધી શકે તેમ છે. આથી, ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રીની પૂર્વ સંધ્યાએ મંદિર બંધ કરવાનો નિર્ણય લઈને યાત્રિકો માટે સુખાકારી પગલું ભર્યુ છે. આ સાથે અંબાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત ગબ્બર મંદિર સહિત પેટા મંદિરો, અંબિકા ભોજનાલય તેમજ ટ્રસ્ટના વિશ્રામ ગૃહ અને હોલીડે હોમ પણ 30 એપ્રિલ સુધી બંધ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અંબાજી મંદિરના સ્ટાફમાં માટે મંદિરમાં જ રસીકરણનો કાર્યક્રમ યોજાયો

Last Updated : Apr 13, 2021, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.