ETV Bharat / state

અંબાજી પોલીસે 44 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો

author img

By

Published : Mar 14, 2021, 11:20 AM IST

Updated : Mar 14, 2021, 2:25 PM IST

રાજસ્થાનમાંથી ગેરકાયદેસર રીતે અંબાજી નજીક ગુજરાતમાં સરહદ પરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ લાવવામાં આવતો હતો. જે અંબાજી પોલીસને યોગ્ય સમયે જાણ થતા અવૈધ દારૂને કબજે કર્યો હતો. તેમજ, અલગ અલગ સમયમાં ઝડપાયેલા વિદેશી દારૂના બે ટ્રક જેટલા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

અંબાજી પોલીસે પ્રાંત અધિકારીની હાજરીમાં 44 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો

  • અંબાજી પોલીસે ઝડપેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો
  • 16282 જેટલી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલોનો નાશ કર્યો
  • 44 લાખ 16 હજાર 570ની કિંમતના દારૂનો કરાયો નાશ

અંબાજી: જાંબુડી અને સરહદ છાપરી ચેકપોસ્ટથી ગુજરાતમાં લાવવામાં આવતો વિદેશી દારૂ, જે છેલ્લા 5 વર્ષમાં 16282 જેટલી અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂનો જથ્થો અંદાજે 44 લાખ 16 હજાર 570નો ઝડપી પડાયો હતો. તે જથ્થાનો દાંતા પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક તેમજ સ્થાનિક અધિકારીઓની દેખરેખમાં વિદેશી દારૂના મોટા જથ્થા પર જેસીબી ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં લાવવામાં આવતો રૂપિયા 20 લાખની કિંમતનો દારૂ ઝડપાયો, 2ની ધરપકડ

ખાલી બોક્સને પણ સળગાવી દેવાયા

દારૂ સાથે ખાલી બોક્સને પણ સળગાવી દેવાંમાં આવ્યા હતા. જોકે, પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, આજે વિવિધ સમયે ગુજરાતમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવી રહેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો છે અને ગુજરાતમાં દારૂબંધી છે. ત્યારે, લોકો પણ દારૂના વ્યસનથી દૂર રહે તેવી અપીલ કરી હતી.

Last Updated : Mar 14, 2021, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.