આ કોઈ પ્રોફેશનલ મસાજ નથી કરી આપતા પણ અંબાજી પગપાળા જતાં ભાવિક ભકતો છે, જેમને પગ દુખતા હોય તો મસાજ કરવાની સ્વૈચ્છીક સેવા કરી રહ્યા છે. જ્યાં અનેક શ્રદ્ધાળુંઓ કે જેઓ માત્ર પુણ્ય કમાવા આ પ્રકારની સેવાની કામગીરી કરી રહ્યા છે. દૂર-દૂરથી આવતાં પદયાત્રીઓ કે જે અંબાજી પગપાળા દર્શનાર્થે જઇ રહ્યા છે, તેઓને ચાલતા-ચાલતા પગમાં દુખાવો થતો હોય તેમને આરામ મળી રહે તે માટે પગે માલીસ કરી આપતા કેમ્પો લાગ્યા છે. અને ફ્રી ઓફ ચાર્જમાં માલીસ કરી આપવામાં આવે છે, ત્યારે પદયાત્રીઓ પણ માલીસ કરી આપનારને આશિર્વાદ આપે છે. પદયાત્રીઓને માલીસ કરી આપીને પોતે પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે.
પદયાત્રીઓની સેવા કરતાં આ લોકોએ પોતાના ઘરમાં કદી એક ગ્લાસ પાણીનો પણ ભર્યો નથી, તેવા લોકો અમીર હોય કે ગરીબ અંબાજી જતા તમામ પદયાત્રીઓના પગ દાબીને તેમના પગમાં મસાજ કરી આપે છે. તેઓ શાંતી અને આરામદાયક રીતે અંબાજીની યાત્રા પૂર્ણ કરે તેવી મનોકામના પણ કરે છે. બધા જ ભાવિક ભક્તો અને શ્રદ્ધાળું બોલ મારી અંબે…. જય જય અંબેના નારા સાથે એક બીજાને હિંમત આપીને પ્રોત્સાહન પણ આપે છે કે આ આવી ગયું અંબાજી…