ETV Bharat / state

Suicide In Banaskantha: હડાદ પોલીસ સ્ટેશનમાં કથિત શંકાસ્પદ આરોપીએ આત્મહત્યા કરતા ચકચાર

દાંતા તાલુકાના હડાદ પોલીસ સ્ટેશનમાં (Hadad police station) એક કથિત આરોપીએ (Alleged suspect commits suicide) ગળે ટૂંકો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેને લઈને સવારથી જ મોડીરાત સુધી લોકોનો મોટો જમાવડોને વાતાવરણ તંગ પરિસ્થતિવાળું જોવા મળ્યું હતું.

Suicide In Banaskantha
Suicide In Banaskantha
author img

By

Published : Nov 24, 2021, 11:59 AM IST

  • હડાદ પોલીસ સ્ટેશનમાં કથિત શંકાસ્પદ આરોપીએ કરી આત્મહત્યા
  • હડાદ પોલીસે બે શંકાસ્પદ યુવાનોને પકડ્યા બાદ એક યુવાને પોલીસ કસ્ટડીમાં ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
  • નવયુવકે પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરતા સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો

બનાસકાંઠા: અંબાજીથી 18 કિલોમીટર દૂર આવેલા હડાદ પોલીસ સ્ટેશનમાં (Hadad police station) એક 18 વર્ષના યુવાને ગળે ફાંસો ખાઈ લેતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના વહેલી સવારે ઘટી હતી. પોલીસ કસ્ટડીમાં મરનાર યુવક પ્રકાશ ઉર્ફે ભાવેશ મેગળા ધ્રાંગીએ કોઈ અગમ્ય કારણોસર પોલીસ કસ્ટડીમાં જ પંખા સાથે શર્ટ બાંધી દોરડી વળે ગળેફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી હતી. જેના સમાચાર વાયુ વેગે આદિવાસી પંથકમાં ફેલાતા આદિવાસી લોકોના ટોળેટોળાં હડાદ પોલીસ સ્ટેશન આગળ ઉમટ્યા હતા અને ભારે તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાને લઈ IPS સુશીલ અગ્રવાલે તાકીદે પોલીસના મોટા કાફલા સાથે હડાદ પોલીસ સ્ટેશને પહોંચી ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ ઘટના બનતા પોલીસ સ્ટેશનમાં આદિવાસી લોકોમાં ભારે રોષ અને સંબધીઓમાં હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગંભીર બન્યું હતું.

હડાદ પોલીસ સ્ટેશનમાં કથિત શંકાસ્પદ આરોપીએ આત્મહત્યા કરતા ચકચાર

આ પણ વાંચો: એક સાથે અઢી હત્યા... કડોદરામાં મહિલાએ પોતાના બાળકની હત્યા કરી છઠ્ઠા માળેથી લગાવી છલાંગ

લેડીઝ રૂમમાં જ પંખા સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી

આ સમગ્ર ઘટના એક અલગ જ પ્રકાશ પાડી રહી છે. મરનાર યુવક (suicide at Hadad police station) પ્રકાશ ઉર્ફે ભાવેશ ધ્રાંગી ઉમર વર્ષ 18 તેમજ તેનો જોડીદાર વિપુલ ડાભી ઉમર વર્ષ 17 જે મંગળવારે મોડી રાત સુધી હડાદ પંથકમાં મોટર સાઇકલ ઉપર ફરી રહ્યા હતા અને પોલીસને પેટ્રોલિંગમાં જોઈ પોલીસના ડરથી ભાગવાની કોશિશ કરી હતી. આ બન્ને મિત્રો બાઈક સાથે પટકાઈ જતા એકની અટકાયત કરાતા બીજો પણ પકડાઈ ગયો હતો. બન્ને ઉપર શંકાકુશંકા થતા પોલીસ આ બન્નેને કથિત શકમંદ આરોપી જણાતા હડાદ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા અને તેમની અટકાયત પૂર્વે કોરોના ટેસ્ટ કરવાનો થતો હોવાથી ધરપકડ બાકી રખાઈ હતી પણ સવારે વધુ તાપસ હાથ ધરાય તે પૂર્વે આ બન્ને મિત્રોમાંથી એક મિત્ર પ્રકાશ ઉર્ફે ભાવેશ ધ્રાંગીએ વહેલી સવારમાં જ લેડીઝ રૂમમાં જ પંખા સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

પોતાના સાથીને લટકેલી હાલતમાં જોઈને અન્ય શખ્સે પણ ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો

આ સમયે તેનો બીજો મિત્ર વિપુલ ડાભી તેજ રૂમમાં સુઈ રહ્યો હતો પણ પ્રકાશની આત્મહત્યાવાળી ગતિવિધિથી તે પણ સંપૂર્ણ અજાણ જ રહ્યો અને વિપુલ ડાભી જાગે તે પહેલા પ્રકાશ ધ્રાંગીની જીવન લીલા સંકેલાઇ ચુકી હતી. સવારે વિપુલ ડાભી જાગી પડતા પ્રકાશને લટકેલો મૃત હાલતમાં જોઈ તે પણ ભાંગી પડ્યો હતો અને તેને પણ ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો પણ હડાદ પોલીસે તેને બચાવી લીધો હતો.

આ પણ વાંચો: અમદાવાદની 14 અલગ અલગ બેન્કોમાં નકલી નોટો જમા થતાં SOGમાં નોંધાઈ ફરિયાદ

જિલ્લાનો મોટો પોલીસ કાફલો હડાદમાં ખડકી દેવાયો

આ સમગ્ર ઘટના હડાદ પોલીસ સ્ટેશનના લેડીઝ રૂમમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા હતા અને CCTV કેમેરા ફૂટેજ જોતા પ્રકાશે વહેલી સવારે પોતાની જાતે ગળે ટૂંકો ખાઈને આત્મહત્યા (Alleged suspect commits suicide) કરી હોવાનું જોવા મળ્યું હતું અને તેનો જોડીદાર મિત્ર વિપુલ ડાભી પણ પોતાના મિત્રને મૃત હાલતમાં લટકેલો જોઈ તેને પણ આત્મહત્યા કરવાની કોશિશ કરી હોવાનું જોવા મળ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈ હડાદ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીને મૃતકના પોસ્ટમોર્ટમ માટે મૃતકના મૃતદેહને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પેનલથી પોસ્ટમોર્ટમ થાય તે માટે મોકલી આપ્યો હતી. આ સમગ્ર મામલે આદિવાસી લોકો દ્વારા પોલીસ સ્ટાફ ઉપર આક્ષેપ અને પ્રતિઆક્ષેપો થયા હતા. આદિવાસી અગ્રણી લોકોને CCTV કેમેરાના ફૂટેજ બતાવી મરનારે જાતે જ આત્મહત્યા કરી હોવાનું પ્રદર્શિત કર્યું હતું. એટલુ જ નહી સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટના ઉપસ્થિતીમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.