- કોરોના મહામારીમાં બનાસકાંઠા જિલ્લામાં આંદોલન શરૂ
- આરોગ્ય વિભાગના આંદોલન બાદ સરપંચોનું પણ આંદોલન શરૂ
- ધાનેરામાં 61 ગ્રામપંચાયતના સરપંચ આંદોલન તરફ વળ્યા
બનાસકાંઠા: સરકાર કોરોનાના કેસ ઓછા કરવા માટે રાત-દિવસ મહેનત કરી રહી છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે હવે સરકારી અને સહકારી માળખાના કર્મચારીઓની હડતાલ શરૂ થઇ છે. જ્યાં એક તરફ સરકાર કોરોના વાઇરસની મહામારીમાં વ્યસ્ત છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક આંદોલન શરૂ થતા હવે કોરોના વાઇરસની મહામારીમાં લોકોની સેવા અટકાયત એવી શક્યતાઓ જોવા મળી રહી છે પોતાની માંગણીને લઇ આરોગ્ય કર્મચારીઓ અને સરપંચો દ્વારા સરકારમાં અનેકવાર રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા કોઇ જ પ્રકારનો જવાબ ન આપતા આખરે ઉગ્ર આંદોલન કરવા માટે મજબુર બન્યા છે.
ધાનેરામાં ગ્રાન્ટ બાબતે સરપંચોની ચીમકી
ગુજરાત સરકારને અત્યારે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ બની રહી છે. કારણ કે, બે દિવસ અગાઉ આરોગ્ય વિભાગના કરાર આધારીત તબીબોએ સરકાર સામે હડતાલ કર્યા બાદ હવે બનાસકાંઠામાં ધાનેરા તાલુકાના સરપંચોએ પણ સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે. સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, પરંતુ ગત વર્ષની 15માં નાણાંપંચની ગ્રાન્ટનો પ્રથમ હપ્તો જુલાઈ 2020 અને બીજો હપ્તો ડિસેમ્બર 2020માં જે તે પંચાયતોના ખાતામાં નાખવામાં આવ્યો હતો. સરકાર દ્વારા નવો પરિપત્ર કરવામાં આવેલો કે 15માં નાણાપંચની ગ્રાન્ટ વિકાસના કામોના PFMS સિસ્ટમથી ઓનલાઇન સરપંચ તથા તલાટીના સિગ્નેચર કીથી જ ઉપાડી શકાશે. પરંતુ આ સિગ્નેચર કી આજ સુધી કોઈ પણ પંચાયતમાં ફાળવેલી નથી.
આ પણ વાંચો: નેશનલ હેલ્થ મિશનના 20,000 કર્મચારીઓએ આપી હડતાળની ચીમકી
તાત્કાલિક ગ્રાન્ટ નહીં ફળવાય તો ધારણાની ચીમકી
તમામ ગ્રામ પંચાયતના પેમેન્ટ અટકી ગયા છે. આ કારણે વહીવટી અને તાંત્રિક મંજુરી લીધા બાદ ગ્રામ પંચાયતોમાં સરપંચ દ્વારા વિકાસના કામો કરવામાં આવ્યા હતા, પરંતુ નાણાં ઉપાડી ના શકતા હોવાના કારણે કોન્ટ્રાક્ટર કે લેબરોને મજૂરી અથવા તો વિકાસના કામો કરવા સરપંચ ગ્રાન્ટ વાપરી શકે તેમ નથી કેમ. ઓનલાઇન સિસ્ટમથી ગ્રાન્ટ ઉપડતી નથી ત્યારે સરપંચ એસોસિએશનની માંગણી છે કે જૂની રીતે ગ્રાન્ટ ઉપડતી હતી તે રીતે આ વર્ષની ગ્રાન્ટ ફાળવવામાં આવે અને જો તાત્કાલિક ગ્રાન્ટ નહીં ફળવાય તો ધારણા કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો: સુરતમાં નેશનલ હેલ્થ મિસનના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા
મુખ્યપ્રધાનને રજૂઆત છતાં પરિણામ શુન્ય
કોરોના મહામારી વચ્ચે ધાનેરા તાલુકાના સરપંચ એસોસિયેશન દ્વારા ધારાસભ્ય થી મુખ્યમંત્રી સુધી રજુઆત કરવા છતાં 11 મહિનાથી ગ્રાન્ટ ના નાણાં ઉપાડી શકતા નથી તો બીજી તરફ કોવિડ સેન્ટર અથવા આઇસોલેશન કેન્દ્ર બનાવવા માટે પણ નાણાં નથી જે મામલે ધાનેરાના ધારાસભ્યથી લઈને મુખ્યપ્રધાન સુધી પત્ર લખીને રજૂઆત પણ કરી હતી. તેમ છતાં કોઈજ કાર્યવાહી ન થતા હવે સરપંચો એ આંદોલન નો માર્ગ અપનાવવો પડે તેમ છે. તાત્કાલિક ગ્રામપંચાયતો માં જૂની રીતે ગ્રાન્ટ ઉપાડી શકે તેવી વ્યવસ્થા થાય તેવી સરપંચોની માગ છે.