- લવ જીહાદ પ્રકરણમાં આરોપીના 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર
- યુવક-યુવતીએ ઘરેથી ભાગી કર્યા હતા લગ્ન
- આરોપી યુવક સામે ખોટાં લગ્ન દસ્તાવેજ બનાવવા સંબંધી 7 જેટલી કલમો લગાવાઈ
- કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતાં આરોપીને પોલીસ રિમાન્ડ પર ખસેડાયો
બનાસકાંઠાઃ જિલ્લાના પાલનપુર ખાતેથી લવ જીહાદનો કિસ્સો પ્રકાશમાં આવતાં હિન્દૂ સંગઠનો દ્વારા હવે લવ જીહાદ અંગે કાનૂન બનાવવાની માંગ પ્રબળ બનવા લાગી છે. પાલનપુર વાહન વ્યવહાર કચેરીમાં આર.ટી.ઓ.ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવી ચૂકેલો નિશાર જીતુખાન ઘાસુરા નામનો યુવક મૂળ ધાણધા ગામનો વતની છે. જે હાલમાં સુરત આર.ટી.ઓ.કચેરીમાં ફરજ બજાવતો હતો. પરંતુ તે છેલ્લાં કેટલાંય સમયથી પાલનપુરમાં રહેતી અન્ય ધર્મની યુવતી સાથે પ્રેમ કરતો હતો. તેથી 20 દિવસ પહેલાં બન્ને યુવક-યુવતીએ ઘરેથી ભાગી આબુરોડ ખાતે હિન્દૂ વિધિ મુજબ લગ્ન કર્યા હતા. જેની આબુરોડ ખાતે લગ્ન નોંધણી પણ કરાવી હતી. આ બાબતે બનાસકાંઠા હિન્દૂ સંગઠનોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને 15 તારીખ સુધીનું અલ્ટીમેંટમ આપ્યું હતું. જે સંર્દભે પોલીસે બે દિવસ અગાઉ બન્નેને ઝડપી લીધા હતા.
![બનાસકાંઠામાં લવ જીહાદ પ્રકરણમાં આરોપીના 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-10056-bns-pln-remand_18012021183115_1801f_1610974875_780.jpg)
કુલ 5 વ્યક્તિઓ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી
યુવતીના પિતાએ યુવક, યુવતી, લગ્ન નોંધણી કરાવનાર રજીસ્ટાર સહિત અન્ય બે મિત્રો એમ કુલ 5 વ્યક્તિઓ સામે ખોટા લગ્ન દસ્તાવેજ બનાવવા તેમજ મદદગારી કરવા સંદર્ભે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી યુવકને સોમવારે પાલનપુર કોર્ટમાં રજુ કરી કલમ 406, 420, 465, 467, 468, 471 અને 494 મુજબ ગુનો નોંધી 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જે હેઠળ કોર્ટે 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરતાં આરોપી યુવકને પોલિસે રિમાન્ડ હેઠળ ખસેડ્યો હતો.
![લવ જીહાદ પ્રકરણમાં આરોપીના 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-10056-bns-pln-remand_18012021183115_1801f_1610974875_1002.jpg)
કોની-કોની સામે થઈ પોલીસ ફરિયાદ
- નિશારખાન જીતુખાન ઘાસુરા રહે, ધાણધા, પાલનપુર
- યુવક સાથે લગ્ન કરનાર યુવતી
- લાલસિંહ ચૌધરી-લગ્ન રજીસ્ટર કરાવનાર અધિકારી
- મિતેષ ભીખાલાલ પરમાર (સાક્ષી)
- ઈમ્તિયાઝ આદમભાઈ(સાક્ષી)લવ જીહાદ પ્રકરણમાં આરોપીના 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર