- થરા -સિહોરી હાઇવે પર બસ પલટી ખાતા અકસ્માત
- લકઝરી બસ 32 પેસેન્જર સાથે સુરતથી ભાભર તરફ જઇ રહી હતી
- અકસ્માતમાં એક બાળકનું મોત
- 7 પ્રવાસીઓને નાની-મોટી ઇજાઓ થઈ
બનાસકાંઠાઃ જિલ્લામાં અકસ્માતની ઘટનામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે એક બસ 32 પેસેન્જર લઇને સુરતથી ભાભર તરફ જઇ રહી હતી, તે દરમિયાન થરા-સિહોરી હાઇવે પર અચાનક બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર પર ચડી જતા પલટી ખાઈ ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.

ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં
આ અકસ્માતમાં એક બાળકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 7 પ્રવાસીઓને નાની મોટી ઈજા પહોચી હતી. અકસ્માત ની જાણ થતાં જ આજુબાજુના લોકો, 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં બે તાલુકામાં સર્જાયા અકસ્માત, 2ના મોત
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો
બનાસકાંઠા જિલ્લામાં રોજ બરોજ અકસ્માતની ઘટના બની રહી છે. નાના-મોટા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકોના મોત થયા છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે, જેના કારણે હાલમાં વારંવાર સર્જાતા અકસ્માતોના કારણે લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે.

પુરઝડપે વાહન ચલાવવાના કારણે થઈ રહ્યા છે અકસ્માત
અકસ્માતનું મુખ્ય કારણ લોકો પુરપાટ ઝડપે જે પ્રમાણે પોતાનું વાહન ચલાવી રહ્યા છે તેના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ આવનારા સમયમાં અકસ્માતનો અટકી શકે તેમ છે.