ETV Bharat / state

ધાનેરા નજીક સર્જાયો અકસ્માત, 2ના ઘટના સ્થળ પર મોત

બનાસકાંઠામાં ધાનેરા પાસે વેગેનાર કાર અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા.

ધાનેરા
ધાનેરા
author img

By

Published : May 23, 2020, 11:34 PM IST

ધાનેરા: બનાસકાંઠામાં ધાનેરા પાસે વેગેનાર કાર અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા બે ભાઈઓના કરૂણ મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે થરાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બંને મૃતકોના મૃતદેહનેે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતાં, જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ધાનેરા થરાદ રોડ પર આવેલા કાચલી ગામ પાસે આજે મોડી સાંજે ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સારવાર માટે ગયેલા અને પાટણ હોસ્પિટલથી પ્રજાપતિ સમાજના કૌટુંબિક ભાઈઓ વેગેનાર કારમાં પરત આવી રહ્યાં હતા, તે દરમિયાન સામેથી આવી રહેલા દૂધના ટેન્કર અને કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં મફાજી પ્રજાપતિ અને ભેરાભાઈ પ્રજાપતિનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે થરાદ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતકોના મૃતદેહનેે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.