ETV Bharat / state

પાંથાવાડા હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કર અને પોલીસની ગાડી વચ્ચે અક્સ્માત

બનાસકાંઠાનાં વિરોણા ગામ પાસે મંગળવારે વહેલી સવારે પોલીસની ગાડી અને કેમિકલ ભરેલા ટેન્કર વચ્ચે અક્સ્માત થયો હતો જેના કારણે બંન્ને ગાડીઓ આગમાં સ્વાહા થઈ ગઈ હતી. ઘટનામાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

xxx
પાંથાવાડા હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કર અને પોલીસની ગાડી વચ્ચે અક્સ્માત
author img

By

Published : Jun 2, 2021, 10:42 AM IST

  • બનાસકાંઠા હાઈવે પર સર્જાયો અકસ્માત
  • પોલીસની ગાડી અને ટેન્કર વચ્ચે અક્સ્માતની ઘટના
  • ઘટનામાં એક વ્યક્તિનુ મૃત્યું

બનાસકાંઠા: વિરોણા ગામ પાસે મંગળવારે વહેલી સવારે કેમિકલ ભરેલા ટેન્કરે જિલ્લા ટ્રાફિક પોલીસની ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બંને ગાડીઓ આગમાં લપેટાતા ટેન્કરનો ક્લીનર સળગીને ભડથું થઇ ગયો હતો જ્યારે અન્ય ત્રણ લોકોને બચાવી લેવાયા હતા. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી રાહતની કામગીરી શરૂ કરી હતી.

ટ્રક અને પોલીસની ગાડીમાં લાગી આગ

દાંતીવાડા તાલુકામાં વિરોણા ગામ પાસે આજે વહેલી સવારે કેમિકલ ભરેલું ટેન્કર અને જિલ્લા ટ્રાફિક પોલીસની ગાડીનો અકસ્માત સર્જાયો હતો, જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસ તેમની સરકારી ગાડી સાઈડમાં ઉભી રાખી વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે સમયે દાંતીવાડા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા કેમિકલ ભરેલા ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર જિલ્લા ટ્રાફિક પોલીસની ગાડીને ટકરાઇને પલટી ખાઇ ગયો હતું. કેમિકલ ભરેલું હોવાથી ટેન્કરમાં તરત જ આગ ભભૂકી ઉઠી હતી અને આ આગની જ્વાળાઓમાં પોલીસની ગાડી પર લપેટાઇ ગઈ હતી જોતજોતામાં બંને ગાડીઓ આગમાં સ્વાહા થઈ ગઈ હતી.

પાંથાવાડા હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કર અને પોલીસની ગાડી વચ્ચે અક્સ્માત

આ પણ વાંચો : બાઇક અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, બાઇક ચાલકનું મોત

પોલીસ દ્વારા રાહતની કામગીરી કરાઈ

આ આગના બનાવને પગલે ટ્રાફિક પોલીસ અને આજુબાજુના લોકો દોડી આવી અકસ્માત ગ્રસ્ત ટેન્કરમાં ફસાયેલા ડ્રાઇવર સહિત ત્રણ લોકોને બચાવી લીધા હતા. પરંતુ ત્યાં સુધીમાં આગમાં ફસાયેલ ક્લીનર બળીને ભડથું થઇ જતાં તેનું કરુણ મૃત્યું થયું હતું. બનાવને પગલે દાંતીવાડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી.

આ પણ વાંચો : વારાણસીના કાશી વિશ્વનાથમાં મોટો અકસ્માત, 2ના મોત, ઘણા ઇજાગ્રસ્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.