બનાસકાંઠા: ડીસામાથી પસાર થતાં નેશનલ (hunger strike movement in Deesa) હાઇવે નંબર 27 પર વર્ષોથી ટ્રાફિકની સમસ્યાને લઈ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાની ( AAP Hunger Strike Movement) પ્રજા ત્રસ્ત બની ગઈ હતી. અને આ સમસ્યાના નિવારણ માટે સરકાર દ્વારા અંદાજિત 200 કરોડના ખર્ચે રાજ્યનો સહુથી લાંબો એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. ડીસાને નવો બ્રિજ બન્યા બાદ પણ સમસ્યાનું નિવારણ થયું નથી. 200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બ્રિજ પર લાઇટો પણ મૂકવામાં આવી પરંતુ ચાલુ ન હોવાથી રાત્રિ દરમિયાન લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે.
આમ આદમી પાર્ટી દ્વારા ભૂખ હડતાળ
આ ઉપરાંત આ બ્રિજ બન્યા બાદ જે જૂનો હાઇવે હતો તે જૂનો હાઇવે ક્ષતિગ્રસ્ત થયો હતો, તેનું પણ સમારકામ કરવામાં આવ્યું નથી, જેથી વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બ્રિજના નીચે મોટી જગ્યા ખુલ્લી હોવા છતાં પાર્કિંગની સુવિધા ન હોવાથી લોકોને મુશ્કેલીઓ પડી રહી છે, આ તમામ મુશ્કેલીઓના નિવારણ માટે અસંખ્ય લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જ પરિણામ ના મળતા આ અંગે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) દ્વારા ભૂખ હડતાળનું શસ્ત્ર ( AAP Hunger Strike Movement) ઉગામવામાં આવ્યું હતું.
કરોડોનો ખર્ચ છતા બ્રિજ પર કોઈ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નહી
કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજ પર લાઇટ જેવી પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી નથી, અને આ સુવિધા માટે નગરપાલિકામાં (deesa Municipality) રજૂઆત કરતાં નગરપાલિકા નેશનલ હાઇવે ઓથોરીટીની જવાબદારી હોવાનું જણાવે છે, અને નેશનલ હાઇવે ઓથોરીટી આ નગરપાલિકાની જવાબદારી જણાવી રહ્યા છે, સાથે સાથે બનાસકાંઠા જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ડો. રમેશ ચૌધરીએ ભાજપ શાસિત ડીસા નગરપાલિકા પર સંગીન આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, પાલિકામાં થતાં ભ્રષ્ટાચારની માત્ર દશ ટકા રકમથી પણ બ્રિજ પર લાઇટો ચાલુ થઈ શકે છે.
કાર્યકર્તાઓની અટકાયત કરાઈ
ડીસામાં વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અંદાજિત 200 કરોડ રૂપિયાના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ ગુજરાતનો પહેલા નંબરનો બ્રિજ છે, પરંતુ આ નવો બ્રિજ બન્યા બાદ પણ જૂના વિવાદો હયાત છે, ત્યારે આજે ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા આ બ્રિજમાં આચરવામાં આવેલી ગેરરીતિના વિરોધમાં ત્રણ દિવસ માટે ભૂખ હડતાળ કરવામાં આવી રહી હતી. પરંતુ હડતાલના પ્રથમ દિવસે જ પોલીસે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની રાત્રિના સમયે જ અટકાયત કરી દીધી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત થતાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, ત્યારે ચોક્કસથી કહી શકાય કે, જે પ્રમાણે સવારે શરૂ થયેલું આંદોલન માત્ર એક જ દિવસમાં પોલીસ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:
મોડાસામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દુષ્કર્મ વિરોધી દિવસ મનાવ્યો