બનાસકાંઠાના ધાનેરા તાલુકાનું ફતેપુરા ગામ, જ્યાં ઉત્તરાયણના દિને પતંગથી દૂર રહી આ ગામના યુવાનો ક્રિકેટ રમે છે, તો ગામના વડીલો ધાર્મિક લાગણી માટે એકઠા થાય છે. તેઓ ગાય તેમજ શ્વાન માટે ભોજનની વ્યવસ્થા પણ કરે છે.
બનાસકાંઠા જિવ્લાના ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં લોકો પતંગથી દૂર રહી ઉત્તરાયણ ની ઉજવણી માટેની અનોખી રાહ બતાવે છે. ગામના યુવાનો પતંગ છોડી ક્રિકેટ રમે છે તો ગામના વડીલો ધાર્મિક લગણી માટે એકઠા થઈ ગામમાં પતંગ માટે થનાાર ખર્ચની સામે ગૌમાતા સહીતના પશુઓ માટે ઘાસચારો અને શ્ર્વાન માટે લાડુ બનાવવામાં કામમાં જોડાય છે.
એક તરફ આજે પતંગ ન ઉડાવવાની વાતો કરવામાં આવેતો યુવાનોને સમજાવવા પણ કઠીન થઈ પડે છે તેવા સમયે ફતેપુરાના યુવાનોએ ગામમાં કોઈપણ વ્યક્તિના ઘરે મોતને માહોલ ન સર્જાય તેમજ પક્ષી જગતના રક્ષણ માટે પણ પતંગને તિલાંજલિ આપી છે.
ગામના વડીલોના જણાવ્યા મુજબ 1996માં ધાનેરામાં ઉત્તરાયણ ન દિવસે વીજ કારણે લાગવાથી બે યુવકોના મોત થયા હતા, ઉપરાંત અનેક યુવકોને દોરીથી ઇજા થયાના તેમજ અનેક પક્ષીઓ દોરીથી વિંધાઇને મૃત્યુ પામ્યાના સમાચાર મળતા ફતેપુરાના લોકો ગ્રામજનો માટે ચિંતિત થયા હતા અને તે દિવસે બધા ભેગા મળી ફતેપુરા ગામના લોકોનો આવા ભયના માહોલ થી દુર રાખવા માટે ઉત્તરાયણમાં દોરી પતંગ નહીં લાવવાનો નિર્ણય લીધો હતો અને ત્યાર થી આજ સુધી આ ગામમાં કોઈએ દોરી પતંગ ઉત્તરાયણ ઉજવી નથી.