ETV Bharat / state

ડીસાના યુવાનોની દિવાળી પર્વની અનોખી ઉજવણી, દિવાળીના પૈસા બચાવી ગરીબો સાથે કરી ઉજવણી

સમગ્ર ભારતમાં લોકો દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ડીસાના યુવાનોએ દિવાળી પર્વની અનોખી ઉજવણી કરી હતી. દિવાળી પર્વ નિમિત્તે ગરીબ લોકો સારી રીતે ઉજવણી કરી શકે તે માટે આ યુવાનો દ્વારા દિવાળીના તમામ ખર્ચના પૈસાની વસ્તુઓનું ગરીબોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

author img

By

Published : Nov 15, 2020, 10:08 PM IST

ડીસાના યુવાનોની દિવાળી પર્વની અનોખી ઉજવણી

  • જન સેવા એજ પ્રભુ સેવા સૂત્રને સાર્થક કરતા ડીસાના યુવાનો
  • દિવાળી પર્વની યુવાનોએ કરી અનોખી ઉજવણી
  • લોકો પણ આ યુવાનોની જેમ ગરીબ લોકોની સેવા કરે તેવી અપીલ

ડીસા: જન સેવા એજ પ્રભુસેવા અને સેવા પરમો ધર્મના સુત્રને સાર્થક કરતું ડીસાનું સેવન સ્ટાર ફાઉન્ડેશન ગ્રુપ કે જેમનું મુખ્ય હેતુ છે, આ યુવાનો દરેક જરૂરિયાત મંદ લોકો સુધી તે પહોંચી શકે અને તેમને ખુશી આપવા માટે મદદ કરી શકે તેવા પ્રયાસો કરે છે. આ ગ્રુપ કોરોનાની મહામારીમાં જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખાવા માટે અન્ન મળતું ન હતું, ત્યારે આ ગ્રુપ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના ઘરે જઈને જમવાનું પહોંચાડતા હતા. કોરોના મહામારીમાં તેમણે અનેક લોકોની મદદ કરી છે. પરંતુ લોકડાઉન ખુલ્યા બાદ પણ તેમની આ સેવા અવિરત પણે ચાલુ છે. આ ગ્રુપ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેવી કે ગરીબ બાળકોને ભેટ આપવી, ગરીબ લોકોને ભોજન કરાવવું, મૂંગા પ્રાણીઓ માટે ઘાસચારો આપવો વગરે પ્રવુતિઓ કરવામાં આવે છે.

આ ગ્રૂપ દ્વારા ફ્રીમાં કરાટે ક્લાસ પણ ચલાવવામાં આવે છે

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં મહિલાઓની સુરક્ષા પર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે, ત્યારે આજની બાળકીઓ પોતાની રક્ષા કરી શકે તે માટે આ ગ્રૂપ દ્વારા ફ્રીમાં કરાટે ક્લાસ પણ કરાવવામાં આવે છે, તેમજ કોઇ ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને ભૌતિક સાધનની જરૂર હોય અથવા તેમનો કોઈ મેડિકલ ખર્ચ ઉપાડવો હોય તો આ ગ્રુપ દ્વારા ગરીબ લોકોને પૂરતી મદદ કરવામાં આવે છે, ત્યારે આ ગ્રૂપ શું છે અને કેવી રીતે આ ગ્રૂપ બન્યું તેના વિશે સેવક સુભાષભાઇ ટાંકે જણાવ્યું હતું.

બચતના પૈસાની વસ્તુઓનું ગરીબોમાં કર્યું દાન

કોરોના મહામારીના કારણે અનેક ધંધા-રોજગાર ઠપ્પ થઇ ગયા હતા. જ્યારે લોકડાઉન ખુલતા જ ધંધા રોજગાર ફરી ધમધમી ઉઠ્યા હતા, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પૂરતો રોજગાર ના મળતા તેમની આ વર્ષની દિવાળી સારી રીતે ઉજવી શકાય તેવી પરિસ્થિતિ ન હતી. ત્યારે દર વર્ષે વિવિધ સંસ્થાઓ દ્વારા આ ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને ફટાકડા કે મીઠાઈ આપીને તેમની સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે. ત્યારે આ વર્ષે સેવન સ્ટાર ફાઉન્ડેશનના ગ્રુપના સભ્યો દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. જેમાં તેમણે પોતે જે ખર્ચ દિવાળી દરમિયાન કરતા હતા, તે ખર્ચ પર કાપ મૂકી પૈસાની બચત કરી, મહેનત અને મજૂરી કરતા ગરીબ લોકોને પૈસા ભરેલું કવર અને ગિફ્ટ આપી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. આ ગ્રુપ દ્વારા જે લોકોની આર્થિક સ્થિતિ નબળી છે. તેમને મદદ કરવામાં આવે છે. આ ગ્રુપ દ્વારા દર મહિને 10થી વધુ વિધવા બહેનોમાં રાસન કીટ પણ આપવામાં આવે છે. ખરેખર આ ગ્રુપ સેવા પરમો ધર્મના સુત્રને સાર્થક કરી રહ્યું છે.

લોકો પણ ગરીબોની સેવા કરે તેવી અપીલ

સેવા કર્યાનો આનંદ અનેરો હોય છે આ ગ્રુપના સભ્યો દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરીને જે ગરીબ લોકોને મદદ કરી રહ્યા છે, તે ખરેખર પ્રશંસનીય છે આ ગ્રુપના સભ્યોને કહેવું છે કે તમે તમારા જીવનમાં તમારા દ્વારા કોઈ બીજાને ખુશી આપી શકો તો એક કામ તમારે જરૂર કરવું જોઈએ, તેમજ આ આ ગ્રુપના માધ્યમથી જો તમારી સેવા કરવી હોય તો તમે આ ગ્રુપનો સંપર્ક કરી પોતાની સેવા આપી શકો છો. ત્યારે જો ગરીબ લોકોને સાચી સેવા આપવી હશે તો આવનારા સમયમાં તમામ લોકોએ એક જૂથ થઈ જેમ આપણે દિવાળી પર્વની અનોખી ઉજવણી કરીએ છીએ, તેમ ગરીબ લોકો પણ દિવાળી પર્વની ઉજવણી કરી શકે તે માટે આ ભગીરથ કાર્યમાં જોડાવા માટે લોકોને આ ગ્રુપ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.