ETV Bharat / state

ડીસા: 108 એમ્બ્યુલન્સના સ્ટાફે કરી નાતાલ પર્વની અનોખી ઉજવણી - નાતાલ પર્વની ઉજવણી

આજે ખ્રિસ્તી ધર્મનો નાતાલ પર્વ છે. આ વર્ષે કોરોના વાયરસની મહામારીની અસર નાતાલ પર્વ પર જોવા મળી રહી છે. આજે ડીસા ખાતે કાર્યરત 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા લોકોમાં કોરોના વાયરસની જાગૃતિ આવે તે માટે તમામ લોકોને ચોકલેટ આપી નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ડીસા
ડીસા
author img

By

Published : Dec 25, 2020, 3:02 PM IST

Updated : Dec 26, 2020, 9:15 PM IST

  • ડીસામાં કરાઈ ખ્રિસ્તીઓના નાતાલ પર્વની ઉજવણી
  • 108 એમ્બ્યુલન્સના સ્ટાફે કરી નાતાલ પર્વની અનોખી ઉજવણી
  • લોકોને ચોકલેટ આપી કોરોના અંગે જાગૃતિ લાવવા કર્યો પ્રયાસ

ડીસા/બનાસકાંઠા: આજે ખ્રિસ્તી ધર્મનો નાતાલ પર્વ છે. આ વર્ષે કોરોના વાયરસની મહામારીની અસર નાતાલ પર્વ પર જોવા મળી રહી છે. આજે ડીસા ખાતે કાર્યરત 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા લોકોમાં કોરોના વાયરસની જાગૃતિ આવે તે માટે તમામ લોકોને ચોકલેટ આપી નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

108 એમ્બ્યુલન્સના સ્ટાફે કરી નાતાલ પર્વની અનોખી ઉજવણી

આજથી નાતાલ પર્વની શરૂઆત

આજથી ખ્રિસ્તી ધર્મના નાતાલ પર્વની શરૂઆત થઈ છે. દરેક ધર્મમાં તહેવારનું આગવું મહત્વ છે. ત્યારે આજથી સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તી ધર્મનો સૌથી મોટા પર્વ નાતાલની શરૂઆત થઈ છે. આજના દિવસને ખ્રિસ્તી ધર્મના લોકો ઉત્સાહથી ઉજવણી કરતા હોય છે. માન્યતા છે કે, આજના દિવસે ભગવાન ઈસુનો જન્મ થયો હતો. આજના દિવસે ખ્રિસ્તી ધર્મના લોકો ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસના કારણે નાતાલ પર્વ ઉપર અસર જોવા મળી રહી છે. આ વર્ષે નાતાલ પર્વમાં ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે.

નાતાલ પર્વનો ઈતિહાસ

નાતાલ એટલે ઈસામસીહનો જન્મ દિવસ. ખ્રિસ્તીઓ પર્વને નાતાલ તરીકે ઉજવે છે. આ ઉજવણી સાથે ઘણા બધા રીતિ-રિવાજો જોડાયેલા છે. આજે જેને સાન્તાક્લોઝ તરીકે ઓળખીએ છીએ એનો ઉપયોગ 1931માં એક જાહેરાતમાં થયો હતો. ઉત્તર અમેરિકાની સોફ્ટડ્રિક્સની એક કંપનીએ નાતાલ દરમિયાન એ જાહેરાત બનાવી હતી. લાલ કપડા સફેદ દાઢી અને ગુલાબી ગાલ વાળો એ હસમુખો ચહેરો ઘણો જ પ્રખ્યાત થઈ ગયો હતો. જોકે, બ્રાઝિલમાં રહેતા અમુક લોકોએ 1950ના દાયકામાં સાન્તાક્લોઝને બદલે ગ્રાન્ડપા ઈન્ડિયન નામનું પાત્ર ઊભું કર્યું.

ડીસામાં 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા નાતાલની અનોખી ઉજવણી

કોરોનાને કારણે આ વર્ષે દેશમાં જનજીવન લગભગ નિરસ થઈ ગયું છે. હોસ્પિટલમાં દર્દીઓ પણ ઉદાસ દેખાઈ રહ્યા છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ 108 તથા ખિલખિલાટના કર્મચારીઓએ ઉદાસ લોકોના ચહેરા પર ખુશી લાવવાનું ઉમદા કાર્ય કર્યું છે. આજે હોસ્પિટલમાં સાન્તાક્લોઝ કેક લઈને આવી પહોંચ્યો ત્યારે હોસ્પિટલ સ્ટાફ તેમજ દર્દીઓમાં સહર્ષ આશ્ચર્ય ફેલાયું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ 25 ડિસેમ્બરે 108ના સ્ટાફમાંથી જશવંતભાઈ સાન્તાક્લોઝના રૂપમાં હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા અને તમામના કુતૂહલ વચ્ચે આવા કપરા સમયમાં પણ હોસ્પિટલમાં ચિંતિત દેખાતા દર્દીઓને ચોકલેટ આપીને ઝડપથી સાજા થઇને ફરીથી સ્ફૂર્તિમય જીવન જીવવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

કોરોના જાગૃતિ માટે કરાઈ અપીલ

તમામ લોકોને ચોકલેટ આપી કોરોના જાગૃતિ માટે અપીલ કરાઈ હતી. કોરોનાના કપરા સમયમાં 108 દ્વારા જિલ્લામાં કુલ 31950 લોકોને જરૂરી તમામ સારવાર આપીને એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. જીવન બચાવવાના ભગીરથ કાર્યમાં મોટું યોગદાન આપ્યું છે. સાથે સાથે 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા અવાર નવાર લોકોમાં ખુશી ફેલાવવાના આશયથી દરેક તહેવારો દર્દીઓ સાથે ઉજવવામાં આવતા હોય છે. જેના ભાગરૂપે આજે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે નાતાલના દિવસે સાન્તાક્લોઝ બનીને લોકોની ખુશીમાં વધારો થાય તે માટે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને કોરોના વાયરસની મહામારીમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક ફરજિયાત પહેરે અને વધુમાં વધુ સેનીટાઇઝરનો ઉપયોગ કરી કોરોના વાયરસની લડાઈમાં વિજય થાય તે માટે તમામ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

Last Updated : Dec 26, 2020, 9:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.