બનાસકાંઠાઃ જિલ્લાના થરાદની ખોડા ચેક પોસ્ટ ખાતેથી ટ્રેલરમાં લાકડાના ભુસાના કટ્ટાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રૂપિયા 27,62,700/ ના જથ્થા સાથે લઇ જવાઇ રહ્યો હતો. તે જાણ પોલીસને થતા દારૂના જથ્થા સાથે 2 આરોપીને પકડી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
બોર્ડર રેન્જ આઇ.જી.પી જે.આર.મોથલીયા તથા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલની જીલ્લામા દારૂની પ્રવૃત્તિ સંપૂર્ણ પણે નેસ્ત નાબુદ કરવા આપેલી સુચના મુજબ તથા વિભાગીય પોલીસ અધિક્ષક એસ.કે.વાળા થરાદનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર જે.બી.ચૌધરી તથા પોલીસ સ્ટાફના હસમુખભાઇ તથા ખોડા ચેક પોસ્ટ ખાતે ફરજ બજાવતા મેહુલભાઇ તથા દાનાભાઇ, ભરતસિંહતથા GRD સભ્ય ચિરાગભાઇ મળી ખોડા ચેક પોસ્ટ ખાતે સઘન વાહન ચેકીંગ કરતા એક ટ્રેલરમાં લાકડાના ભુસાના કટ્ટા સાથે ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ પેટી નંગ-767, બોટલ નંગ-9209 કિંમત રૂપિયા 27,62,700નો મુદ્દામાલ તથા ટ્રેલરની કિંમત રૂપિયા 15,00,000, મોબાઈલ નંગ-2 કિંમત રૂપિયા 3000 અને રોકડ રકમ રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા 42 ,68, 400 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ સાથે જ પોલીસે આરોપી સરબજીત સિગ, હરપેન્દ્રસિંગ, જગસિરસિંગને પકડી પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.