ETV Bharat / state

બનાસકાંઠાના વાવના કારેલી ગામના શિક્ષક દ્વારા પુત્રની યાદમાં પુસ્તકાલય બનવાયુ

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સરહદી વિસ્તાર એવા કારેલી ગામના શિક્ષક દ્વારા પુત્રની યાદમાં સમાજને ઉપયોગી થાય અને કાયમી નામ રહે તેવી ભાવનાથી અખંડ મેઘવાળ સમાજની વાડીમાં નવીન પુસ્તકાલયનું આયોજન કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠાના વાવના કારેલી ગામના શિક્ષક દ્વારા પુત્રની યાદમાં પુસ્તકાલય બનવાયુ
બનાસકાંઠાના વાવના કારેલી ગામના શિક્ષક દ્વારા પુત્રની યાદમાં પુસ્તકાલય બનવાયુ
author img

By

Published : Oct 25, 2020, 6:53 AM IST

  • કારેલી ગામના શિક્ષકે પુત્રના યાદમાં પુસ્તકાલય બનાવાયું
  • શિક્ષકના પુત્રની અણધારી વિદાય થઇ હતી
  • રવજીભાઇએ સૌ ભણે સૌ આગળ વધેનું સુત્ર સાર્થકે કર્યું

બનાસકાંઠાઃ જિલ્લાના વાવ તાલુકાના છેવાડે આવેલા કારેલી ગામના શિક્ષક બોચિયા રવજીભાઈ સરતાણભાઈ તરફથી તેમના પુત્ર સ્વ.દિલીપભાઈની અણધારી વિદાયથી પુત્રની યાદમાં અખંડ મેઘવાળ સમાજ વાવની અંદર સરસ અને સમાજના યુવાનોને અભ્યાસ કરવામાં ઉપયોગી થાય તેવી ભાવનાથી તારીખ 24-10-2020ના રોજ પુસ્તકાલય ખુલુ મૂકવામાં આવ્યું હતું. જોકે એક બાજુ પુત્રની યાદ અને બીજી બાજુ સમાજને કઈ રીતે ઉપયોગી થવું તેના દાખલા રૂપે શનિવારના રોજ કારેલી ગામના શિક્ષક રવજીભાઈ દ્વારા સમાજના લોકોને બોધપાઠ આપતો સંદેશા રૂપે અખંડ મેઘવાળ સમાજની વાડીની અંદર એક શિક્ષકને કરવાનું કાર્ય કર્યું હતું.

જોકે આ પ્રસંગે અખંડ મેઘવાળ સમાજ વાવના તાજેતરમાં જ નવા નિમાયેલા સમાજના પ્રમુખ ડો અરુણભાઈ આચાર્ય અને જિલ્લા ડેલિગેટ ધેગાભાઈ પરમાર તેમજ દલિત સમાજના યુવાનો અને આગેવાનો હાજર રહ્યા હતા. આમ તો સૌ ભણે સૌ આગળ વધેનું સૂત્રને કારેલી ગામના રવજીભાઈ સરવણભાઈએ સાકાર કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.