બનાસકાંઠાઃ ગુજરાતમાં લોકડાઉન સુધી વેપારીઓના વેપાર ધંધા બંધ રહ્યા હતા, ત્યારે હવે અનલોક-1માં મોટા ભાગનાં બજારો ખુલતાં વેપારીઓમાં રોનક આવી છે. યાત્રાધામ અંબાજી મંદિર પણ થોડાં દિવસોમાં જ ખુલશે.
અંબાજી મંદિર ખુલે તેવામા લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી અંબાજીમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ઠંડા પીણાના ગોડાઉન પર દરોડા પાડવાની શરૂઆત કરી છે. જેમાં શ્રી જી ટ્રેડર્સના ગોડાઉનમાં ભરેલો એક્સપાયર્ડ ઠંડા પીણાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
આ ગોડાઉનમાં નામચીન પ્રખ્યાત કંપનીના વિવિધ બ્રાંડનો મોટો જથ્થો લોકોના મોઢે પહોંચે તે પહેલાં ફુડ અને ડ્રગ વિભાગે સપાટો બોલાવ્યો છે. જો કે, આ રેડ પડતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ શ્રી જી ટ્રેડર્સના ગોડાઉનમાંથી રૂપિયા 65,000ની કિંમતનો જથ્થો હાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે