ETV Bharat / state

ચંડીસર ગામમાં સરકારી જમીન પચાવી પાડી હોટલ ઉભી કરનાર વ્યક્તિની ધરપકડ - Deesa DYSP

બનાસકાંઠામાં ચંડીસરમાં સરકારી જમીનમાં હોટલનું શેડ બનાવનાર વ્યક્તિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સરકારી જમીન પચાવી પાડનાર આરોપી
સરકારી જમીન પચાવી પાડનાર આરોપી
author img

By

Published : Feb 7, 2021, 12:55 PM IST

  • ગુજરાત સરકાક દ્બારા લેન્ડ-ગ્રેબિંગ એક્ટ-202 હેઠળ કાર્યવાહી
  • ચંડીસર ખાતે જમીન પચાવી પાડવાના કેસમાં આરોપીને અટક કરાયો
  • જમીન પચાવનાર જિલ્લા પંચાયતના સભ્યના ભાઈ

બનાસકાંઠા : ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં લેન્ડ ગ્રેબિંગ એકટ-2020 પાસ કરી તમામ જિલ્લાઓમાંથી સરકારી જમીનો પર કબજો કરનાર ભુમાફિયાઓએ ઝડપી પાડેલી સરકારી જમીન ખાલી કરાવવા જિલ્લા કલેકટરોને આદેશ કરાયો હતો. જે હેઠળ બનાસકાંઠામાં અગાઉ ત્રણ જગ્યાએથી સરકારી જમીનો પર પાક્કું દબાણ કરનાર વ્યક્તિઓની અટકાયત કરી દબાણ ખુલ્લું કરાયું હતું.

ગઢ પોલીસ સ્ટેશન
ગઢ પોલીસ સ્ટેશન

ત્રીજી ફેબ્રુઆરીએ ચંડીસરમાં ખુદ જિલ્લા પંચાયતના વર્તમાન સભ્ય પરબતભાઈનો ભાઈએ જ સરકારી જમીનમાં પચાવી પાડી હતી. સરકારી જમીન પર હોટલનું પાક્કું શેડ બનાવી બે વર્ષોથી હોટલ ચલાવતો હોવાની ફરિયાદ નોંધાઇ હતી. ચંડીસરના રેવન્યુ તલાટીએ આ અંગે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી ડીસા DYSPએ ઘટનાસ્થળનું પંચનામું કરી આરોપી ભેમજીભાઈ જાલુજી ઠાકોરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.