બનાસકાંઠાઃ જિલ્લાના વાવ તાલુકાના અરજણપુરા ગામની સીમમાં વસવાટ કરતા પીરાભાઈ નાઈ પોતાના ખેતરમાં છાપરું બનાવીને રહે છે. પીરાભાઇ ઉજ્વલા યોજનાના લાભાર્થી છે, તેઓને સરકારી સહાયથી ગેસ સિલેન્ડર મળ્યું હતું, જે સિલિન્ડરથી બુધવારે બપોરના સમયે ચા બનાવવાના સમયે ગેસ સિલિન્ડરની નળી લિકીજ થતા આગ ભભૂકી હતી.
આગ બુજાવવાની કોશિશ કરી હતી, પરંતુ જોત-જોતામાં આ આગે આગે વિકરાળ રૂપ ધારણ કરતા સમગ્ર ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા આ ખેડૂતનું ઘર બળી જતા અંદાજે અઢી લાખનું નુકશાન થયું છે અને અચાનક આગની ઘટનાથી આ પરિવાર નિરાધાર થઈ ગયો છે. ત્યારે સરકાર સહાય આપે એવી બેસહાય પરિવારની વિનંતિ છે.