- થરાદની મેઇન બજારના જનરલ સ્ટોરમાં આગ
- ફાયર સ્ટેશન નજીક હોવાથી લાખો રૂપિયાનું નુકસાન થતું બચી ગયું
- હાઇવે ટચ ફાયર સ્ટેશન બનાવવા જનતાની માગ
- તાત્કાલિક ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી
બનાસકાંઠાઃ થરાદ મેઇન બજારમાં મસ્જિદની બાજુમાં આવેલા ભાવેશભાઈના જનરલ સ્ટોરના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાં વેપારીને ગોડાઉનમાં પડેલા માલમાં ભારે નુકસાન થયું હતું. જો કે, ફાયર સ્ટેશન નજીક હોવાથી તાત્કાલિક ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવામાં આવ્યો હતો.
ફાયર સ્ટેશન બજારથી દુર બનાવા માટે નગરપાલિકા દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે
ઉલ્લેખનીય છે કે, હાલમાં ફાયર સ્ટેશન બજારમાં છે પણ નગરપાલિકા દ્વારા નવીન ફાયર સ્ટેશન બજારની બહાર મહાજનપુરા આજુ-બાજુ બનાવવાનું હોવાનો નગરપાલિકામાં ઠરાવ કરવામાં આવ્યો છે. તેવી માહિતી મળી છે.
હાઇવે ટચ ફાયર સ્ટેશન બનાવવામાં આવે તેવી આમ જનતાની માગ
આજની પરિસ્થિતિ જોતા ફાયર સ્ટેશન બજારની અને હાઈવેથી દૂર બનાવવામાં આવે તો બજારના વેપારીઓને તાત્કાલિક ફાયરની સેવા મળી શકે નહી. જેથી નગરપાલિકા દ્વારા થરાદ શહેર અથવા હાઇવે ટચ ફાયર સ્ટેશન બનાવવામાં આવે તેવી આમ જનતાની માંગ છે. થરાદ નગરપાલિકા દ્વારા મહાજનપુરા રોડ આસપાસ ફાયર સેફ્ટી સ્ટેશન બનાવવાના ઠરાવ તાત્કાલિક ધોરણે રદ કરી અને બજાર આજુ-બાજુ કરવામાં આવે તેવી લોકોની માગ છે.