ETV Bharat / state

પાલનપુરમાં પિતા-પુત્રીના સબંધોને લાંછન, સાવકા પિતાએ પુત્રી સાથે આચર્યું દુષ્કર્મ - પાલનપુરમાં દુષ્કર્મ

પાલનપુરના એક ગામે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સાવકા પિતાએ જ પોતાની 13 વર્ષીય માસૂમ બાળકી પર સતત 1 માસ સુધી દુષ્કર્મ ગુજાર્યું છે. જેથી પોલીસે આરોપી સાવકા પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV BHARAT
પાલનપુરમાં પિતા-પુત્રીના સબંધોને લાંચન....
author img

By

Published : Oct 26, 2020, 11:06 PM IST

  • પાલનપુરમાં દુષ્કર્મની ઘટના સામે આવી
  • સાવકા પિતાએ પુત્રી સાથે આચર્યું દુષ્કર્મ
  • પોલીસે આરોપીની કરી ધરપકડ

બનાસકાંઠાઃ પાલનપુર તાલુકાના એક ગામમાં સાવકા પિતાએ 13 વર્ષીય પુત્રી સાથે સતત 1 માસ સુધી દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલાની જાણ 181 અભયમને થતાં અભયમની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. જેમાં પાલક પિતા પોતાની 13 વર્ષીય પુત્રી સાથે ગત 1 માસથી દુષ્કર્મ આચરતો હોવાની સમગ્ર હકીકત બહાર આવી હતી. જેથી અભયમની ટીમ કિશોરીને પાલનપુર તાલુકા પોલીસ મથકે લાવી હતી અને બાળકી પોલીસને સોંપી હતી. જે બાદ હેવાન બનેલા પાલક પિતાને સજા અપાવવા માટે પોલીસ ખૂદ ફરિયાદી બની હતી.

પોલીસે નરાધમ પિતાની કરી ધરપકડ

આ ઘટનાને ધ્યાનમાં રાખી પાલનપુર તાલુકા પોલીસ મથકના ASI મહંમદશરીફ ઇબ્રાહિમભાઈએ ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ આચરનારા નરાધન પિતાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ ઇ.પી.કો.ક 376(2), એન.એફ., 376(3), 506(2), પોકસો એક્ટ કલમ 4, 6, 10, એટ્રોસીટી એક્ટ કલમ 3, (2), 5 મુજબ ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુરમાં પિતા-પુત્રીના સબંધોને લાંચન....

પત્ની છોડીને જતી રહેવાથી પિતાએ દુષ્કર્મ આચર્યું

મળતી માહિતી મુજબ, આરોપી પિતાની પ્રથમ પત્નીએ મૂળ અમદાવાદ સાબરમતી ડી કેબીન રેલવે કોલોની કાળીગામનો 35 વર્ષિય શખ્સ સાથે ઘર માંડ્યું હતું. જેથી પિતાએ દીકરી પર નજર બગાડી કુકર્મ આચર્યું હતું. 13 વર્ષીય પીડિતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, આરોપી પિતાએ બાળકીની માતા જતી રહી હોવાથી દુષ્કર્મ આચર્યું હતું.

આરોપીને ફાંસી આપવાની માગ

બનાસકાંઠા જિલ્લામાં ગત ઘણા સમયથી એક પછી એક દુષ્કર્મની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને ગત 30 દિવસમાં બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાંથી દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. જેમાં ભાઈ અને પિતા દ્વારા દુષ્કર્મની ઘટનાઓ કરવામાં આવતા હાલમાં બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી બનાસકાંઠા જિલ્લાવાસીઓ આવા દુષ્કર્મ આચરનારા આરોપીને ફાંસી આપવાની માગ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.