- બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતીમાં નુકસાન
- બનાસડેરી દ્વારા મધમાખી ઉછેર કેન્દ્રો શરૂ કરાયા
- મધમાખી ઉછેર કેન્દ્રથી અન્ય ખેડૂતો પણ કરી રહ્યા છે લાખોની કમાણી
બનાસકાંઠા: જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે. પરંતુ છેલ્લાં ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં કુદરતી આપત્તિઓને કારણે ખેડૂતો એક પછી એક ખેતીમાં મોટું નુકસાન કરી રહ્યા છે. ખાસ કરીને વારંવાર ખેતીમાં થતાં નુકસાનના કારણે અનેક નાના ખેડૂતો ખેતી કરવાનું પણ બંધ કરી દીધું છે. પાકોના નીચા ભાવના કારણે પણ ખેડૂતોને સતત પોતાની ખેતીમાં નુકસાન આવી રહી છે. બહારના રાજ્યમાં હાલ કોરોના વાઇરસની મહામારીના કારણે શાકભાજીની આવક પણ બંધ થઈ ગઈ છે. જેના કારણે ખેડૂતોને હાલમાં ખેતીના પાકમાં નુકસાન થઈ રહ્યું છે. જેના કારણે હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી છોડી અન્ય વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં મધમાખી ઉછેર કેન્દ્ર
2016માં ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને આહ્વાન કર્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાનો ખેડૂત હાલમાં ખેતી ક્ષેત્રે સારી એવી પ્રગતી કરી રહ્યા છે, પરંતુ તેની સાથે સાથે બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતો શ્વેત ક્રાંતિ તરફ જવું જોઈએ. જેનાથી આવનાર સમયમાં ખેડૂતોએ પોતાની ખેતીમાંથી શ્વેત ક્રાંતિમાં સારી એવી કમાણી કરી શકે. ત્યાંથી લઈ બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરી દ્વારા મધમાખી ઉછેર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં બે-ચાર ખેડૂતોએ મધમાખી ઉછેર કેન્દ્રો શરૂ કર્યા હતા અને જેમાં ખેડૂતોને સારી આવક પણ થઈ હતી. આ તમામ ખેડૂતોની પ્રેરણાથી અન્ય ખેડૂતો પણ મધમાખી ઉછેર કેન્દ્ર સાથે જોડાયા હતા. જોતજોતામાં હાલ બનાસકાંઠા જિલ્લામાં અનેક ખેડૂતો મધમાખી ઉછેર કેન્દ્રો શરૂ કર્યા છે અને લાખો રૂપિયાની કમાણી મધમાખી ઉછેરમાંથી કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો તેમનામાં રહેલી કોઠા સૂઝ તેમને અન્ય જિલ્લાના ખેડૂતોથી અલગ તારવી રહી છે. ત્યારે ડીસા તાલુકામાં આવેલા શેરપુરા ગામના પ્રકાશભાઈ જાટે માત્ર બાર ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. પરંતુ તેમનામાં રહેલી પ્રતિભાના તે ધની છે. પ્રકાશભાઈ જાટ પોતાની સવા એકર જમીન પર ચીલાચાલુ ખેતી કરવાના બદલે અત્યારે મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવી રહ્યા છે અને વર્ષે લાખો રૂપિયાની આવક રળી રહ્યા છે. એશિયાની પ્રથમ નંબરની ડેરી એવી બનાસ ડેરીના સહયોગથી તેમને મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું હતું. વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન બાદ પ્રકાશભાઇએ બનાસ ડેરીનો સંપર્ક કર્યો અને બનાસ ડેરીમાં મધમાખી ઉછેર કેન્દ્ર માટે સાત દિવસની તાલીમ લીધી. ત્યારબાદ પ્રથમવાર વર્ષ 2017માં તેમને પોતાના ખેતરમાં મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું. શરૂઆતમાં પ્રકાશભાઇએ તેમના ખેતરમાં માત્ર 10 બોક્ષ લગાવ્યા હતા. ત્યારબાદ બીજા વર્ષે 2018માં આ બોક્ષની સંખ્યા 100 કરી વર્ષે એક લાખ રૂપિયાના મધની આવક કરવા માંડ્યા. ત્યારથી જ પ્રકાશભાઈને મધમાખી ઉછેર કેન્દ્રનો વ્યવસાય ફાવી ગયો અને ત્યારબાદ તો પ્રકાશભાઈ વર્ષે તેમના ખેતરમાં મધમાખીના બોક્ષ વધારવા માંડ્યા અને અત્યારે તેમના ખેતરમાં મધમાખીના 900 બોક્ષ લગાવેલા છે. તેના દ્વારા વર્ષે 35000 કિલો મધનું ઉત્પાદન કરી રહ્યા છે. પ્રકાશભાઈને આશા છે કે, આગામી વર્ષમાં તેઓ વર્ષે આ ઉત્પાદન વધારીને 45 હજાર કિલો સુધી પહોંચાડી દેશે. પ્રકાશભાઈના મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લઇને 10 ખેડૂતોએ પણ પોતાના ખેતરમાં મધમાખી કેન્દ્ર શરૂ કરી સારી એવી આવક રળી રહ્યા છે.
મધમાખી ઉછેર કેન્દ્રમાં લાખોની કમાણી
મધમાખી ઉછેર કેન્દ્રના માધ્યમથી લાખોની કમાણી કરી રહેલા પ્રકાશભાઈથી પ્રભાવિત થઈને અન્ય ખેડૂતો પણ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરવા પ્રેરાઈ રહ્યા છે. ત્યારે મધમાખી કેવી રીતે ખેડૂતોને આર્થિક ઉત્પાદન માટે મદદરૂપ થઈ રહી છે. ખેતરમાં લગાવવામાં આવેલા બોક્ષમાં કેવી રીતે મધમાખીને ઉછેરવામાં આવે છે અને બોક્ષમાં મધમાખી કેવી રીતે મધ બનાવે છે તે આખી ક્રિયા અંગે તેજાભાઈ જાતે જ જણાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પ્રકાશભાઈ જાટ જે રીતે પોતાની નાનકડી જમીનનો સદુપયોગ કરીને વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે, તે પછાત બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતની નિશાની છે. આવા પ્રગતિશીલ ખેડૂતોના ઉત્કર્ષ માટે બનાસ ડેરી પણ ઉમદા પ્લેટ ફોર્મ પૂરું પાડી રહી છે. તેમની મધમાખી ઉછેર કેન્દ્રથી અન્ય ખેડૂતો પણ હાલ લાખો રૂપિયાનું કમાણી કરી રહ્યા છે.