ETV Bharat / state

બનાસકાંઠા દિયોદર તાલુકામાં ડીગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો - Zolachap Doctor

બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટરો પર પોલીસે સપાટો બોલાવ્યો હતો. રવિવારે દિયોદર તાલુકાના સણાવ ગામમાંથી વધુ એક ડીગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો હતો.

xx
દિયોદર તાલુકાના સણાવ વિસ્તારમાંથી ડીગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો
author img

By

Published : Jun 7, 2021, 10:13 AM IST

  • ઝોલાછાપ ડૉક્ટર્સની કોરોનામાં લહેર
  • ગામડાની ભોળી પ્રજાને છેતરી રહ્યા છે આવા ડોક્ટર્સ
  • બનાસકાંઠામાંથી 1 ઝોલાછાપ ડોક્ટરની કરવામાં આવી ધરપકડ

બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ડૉક્ટરો ગ્રામીણ વિસ્તારની પ્રજાને છેતરી તેમની સારવાર કરતાં નજરે પડી રહ્યા છે. આ બાબતે અનેક વાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ આવા ડોકટરો સામે માત્ર કાગળ પર જ તપાસ થાય છે જેના કારણે અવારનવાર ગ્રામીણ વિસ્તારમાં ડોક્ટરો ભોળી પ્રજાને ઇન્જેક્શન અને દવાઓ આપી સારવાર કરતા નજરે પડતા હોય છે.

ગ્રામીણ વિસ્તારમાં વધુ ઝોલા છાપ ડોક્ટર્સ

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં આવા ડીગ્રી વગરના ડોક્ટરો જોવા મળે છે અગાઉ પર બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાંથી ગેરકાયદેસર દર્દીઓની સારવાર કરતા ડોકટરો ઝડપાયા છે. ફરી એકવાર કોરોનાવાયરસથી મહામારીમાં આવા અનેક ડિગ્રી વગરના ડોક્ટરો જોવા મળી રહ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે આવા ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ આવનારા સમયમાં આવા ડિગ્રી વગરના ડોક્ટરો ગ્રામીણ વિસ્તારોમાં બંધ થઈ શકે તેમ છે.

દિયોદર તાલુકાના સણાવ વિસ્તારમાંથી ડીગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો

આ પણ વાંચો : નવસારીના સારવાણી ગામમાંથી ત્રીજો નકલી ડોક્ટર ઝડપાયો

દિયોદર માંથી ડીગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો

સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ઝોલાછાપ ડોક્ટરોને ત્યા દરોડા પડી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસમાં ગેરકાયદેસર લોકોને સારવાર આપતા ડિગ્રી વગરના ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે. રવિવારે દિયોદર તાલુકાના સણાવ ગામમાં ગેરકાયદેસર ડોક્ટર રમેશ રાજપૂત લોકોની સારવાર કરતો હોવાની પોલીસને બાતમી મળી હતી જે બાદ દિયોદર પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને સણાવ ગામે ડીગ્રી વગરના ડોક્ટરની હોસ્પિટલ પર દરોડા પાડયા હતા. તપાસ કરતા આ ડોક્ટર પાસે કોઈ પણ પ્રકારનું પ્રમાણપત્ર ન હતું. જેથી પોલીસે રમેશ રાજપૂત પાસેને 10,665 રૂપિયાના મુદ્દામાલ સાથે ડોક્ટરને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો : Fake doctors: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.