- ડીસા તાલુકાના થેરવાડા ગામે રીંછ દેખાતા લોકોમાં ભય
- રીંછે કર્યો ખેડૂત પર હુમલો
- જિલ્લામાં અગાઉ પણ અનેક જગ્યા પર રીછના હુમલા
બનાસકાંઠાઃ જિલ્લાના ડિસા તાલુકાના થેરવાડા ગામમાં બુધવારે વહેલી સવારે એક ખેતરમાં રીંછ દેખાતા ગામમાં ભયનો માહોલ છવાયો હતો. જેથી સ્થાનિક લોકો દ્વારા આ બાબતે તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં ભારે જહેમત બાદ ફોરેસ્ટ વિભાગે રીંછને પાંજરે પુર્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં છે રીંછ અભયારણ્ય
જિલ્લામાં રીંછ અભયારણ્ય, કે જે અરવલ્લી શ્રેણીના યસૂર ટેકરીઓમાં સ્થિત આવેલું છે, આ અભ્યારણ 180 ચો.કી. મીટર જંગલોમાં આવેલો છે. આ અભ્યારણમાં રીંછ ઉપરાંત, અન્ય પ્રાણીસૃષ્ટિમાં ચિત્તો, વાદળી આખલો, જંગલી ડુક્કર, સાકુરાળ અને વિવિધ પક્ષીઓ છે. અભયારણ્યમાં જંગલી બિલાડી, સીવીટ,કારાકલ, વરુ અને હાઈના છે. બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીના પર્વતો આવેલા છે. ગુજરાતના જેશોર હિલ બીજા ક્રમનું સૌથી મોટું શિખર છે. અન્ય મહત્વની પ્રાણીસૃષ્ટિની પ્રજાતિમાં ચિત્તો, રિસસ મકાઇક, ભારતીય બિલાડી, સાપ, શિયાળ, પટ્ટાવાળી હાઈના, જંગલી ડુક્કર વગેરેનો સમાવેશ થાય છે. બહુવિભાગિત વન જમીન પક્ષીઓથી પાણીના પક્ષીઓ સુધીના વિવિધ પક્ષીઓ માટે યોગ્ય વસવાટ પૂરો પાડે છે. આ અભયારણ્યમાં આઇયુસીએન વર્ગીકરણના આધારે પક્ષીઓની ઘણી દુર્લભ અને ભયંકર પ્રજાતિઓ જોવા મળે છે. સરિસૃપમાં સાપ, કાચબો અને વિવિધ પ્રકારની ગરોળીઓનો સમાવેશ થાય છે. મુની જી કી કુટિયાથી બહારના સૌથી પ્રચલિત ભારતીય અજગર જોવા મળે છે.
જિલ્લામાં અગાઉ પણ અનેક જગ્યા પર રીછના હુમલા
બનાસકાંઠા જિલ્લામાં આવેલા જેશોરના જંગલમાં સૌથી વધુ વસવાટ રીંછનો છે. જેના કારણે વારંવાર ખોરાકની શોધમાં રીંછ જંગલ છોડી અન્ય વિસ્તારોમાં પ્રવેશ કરતા નજરે પડે છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના જેસોર જંગલની આજુબાજુ મોટાભાગે ખેડૂતો વસવાટ કરે છે અને વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતો વારંવાર રીંછના હુમલાનો શિકાર પણ બનતા હોય છે અગાઉ પણ બનાસકાંઠા જિલ્લાના જંગલી વિસ્તારોમાં આવેલા ખેડૂતો પર રીંછ દ્વારા હુમલા કરવામાં આવ્યા છે. જેના કારણે અનેક ખેડૂતો રીંછના હુમલામાં ઘાયલ પણ થયા છે આ સિવાય દીપડાનો પણ બનાસકાંઠા જિલ્લામાં અવાર નવાર હુમલાઓના સમાચાર મળતા હોય છે, જેના કારણે સૌથી વધુ લોકો રીંછ અને દીપડાના આતંકથી ભયભીત જોવા મળી રહ્યા છે.
લોકોના ટોળા રીંછને જોવા ઉમટી પડ્યા
બનાસકાંઠા જિલ્લામાં જેસોરનું અભ્યારણ આવેલું છે જેથી બનાસકાંઠા જિલ્લામાં અનેક વાર જંગલી પ્રાણીઓ ખોરાકની શોધમાં જંગલ છોડી માનવ વસવાટ તરફ આવતા હોય છે. ત્યારે ડીસા તાલુકાના થેરવાડામાં એક ખેડૂતના ખેતરમાં વહેલી સવારે રીંછ દેખાડો દેતા થેરવાડા ગામમાં ભયનો માહોલ છવાયો હતો. રીંછ આવ્યું તેવા સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરી જતા આજુબાજુના લોકોના ટોળા રીંછને જોવા ઉમટી પડ્યા હતા અને જોત જોતામાં સમગ્ર વિસ્તારમાં રીંછના સમાચાર પહોંચતા લોકોમાં ભયનો માહોલ હતો.
ભારે જહેમત બાદ રીંછ ઝડપાયું
રીંછે યુવક પર હુમલો કર્યો હતો. ઘાયલ યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. તેમજ સ્થાનિક લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગ પણ રીંછને પકડવા પાંજરૂ લઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફોરેસ્ટ વિભાગ દ્વારા રીંછને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી રીંછને પકડવાની કવાયત હાથ ધરી છે. આખરે ભારે જહેમત બાદ રીંછ ફોરેસ્ટ વિભાગના પાંજરે પુરાયું હતું. રીંછ પાંજરે પૂરતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.