ETV Bharat / state

બનાસકાંઠાના પાલનપુરમાંથી ઘુસણખોર કરતી બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ - Palanpur SOG Police

કોરોના મહામારીના સમયમાં બનાસકાંઠાના પાલનપુરમાંથી એક બાંગ્લાદેશી ઘુસણખોર યુવતી ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે. બાંગ્લાદેશમાં એજન્ટની મદદથી ભારતમાં ઘુસ્યા બાદ પશ્ચિમ બંગાળમાં ખોટા આધાર પુરાવાઓ ઊભા કરી આ યુવતી દેશના અલગ-અલગ રાજ્યોમાં ફરતી હતી.

બનાસકાંઠાના પાલનપુરમાંથી ઘુસણખોર કરતી બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ

author img

By

Published : Jul 9, 2021, 6:37 PM IST

  • પાલનપુર SOG પોલીસને મળી મોટી સફળતા
  • પાસપોર્ટ અને વિઝા વગર બાંગ્લાદેશથી ભારતમાં પ્રવેશ કરેલી યુવતી ઝડપાઈ
  • પોલીસે યુવતીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી

બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાથી દર વર્ષે અસામાજિક તત્વો દ્વારા મોટા પ્રમાણમાં બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિની ઘટનાને અંજામ આપવામાં આવે છે. ત્યારે પાલનપુરમાંથી એક ઘુસણખોરી કરીને આવેલી બાંગ્લાદેશી યુવતી ઝડપાઇ છે. પાલનપુર SOGની ટીમને ખાનગી માહિતી મળી હતી કે, પાસપોર્ટ અને વિઝા વગર એક બાંગ્લાદેશી યુવતી અમદાવાદથી પાલનપુર તરફ આવી રહી છે અને દિયોદર તરફ જઈ રહી હોવાની બાતમી મળતા જ SOGની ટીમે પાલનપુર એરોમા સર્કલ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં જાણાતા એક યુવતીની પૂછપરછ કરતા તે બાંગ્લાદેશમાંથી આવી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે તેની અટકાયત કરી હતી.

પોલીસ સ્ટેશન
પોલીસ સ્ટેશન

આ પણ વાંચો-પાલનપુરમાં મ્યુકરમાઇકોસીસના ઇન્જેક્શનને લઈ વેપારી સાથે 4.80 લાખની છેતરપિંડી

યુવતીએ ખોટા પાસપોર્ટ અને વિજા બનાવ્યાં

પાલનપુર SOG પોલીસે ખોટી રીતે પાસપોર્ટ અને વિઝા બનાવી ભારતમાં પ્રવેશ કરેલી યુવતિને ઝડપી પાડી હતી. પોલીસે તેની પુછતાછ કરતા યુવતીએ જણાવ્યું હતું કે, તે બાંગ્લાદેશમાંથી એજન્ટ મારફતે ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં ઘૂસી હતી અને પશ્ચિમ બંગાળમાં ખોટા આધાર પુરાવા બનાવડાવી તે અલગ-અલગ રાજ્યમાં વસવાટ કરતી હતી. તે ગુજરાતમાંથી પસાર થઈ બનાસકાંઠા જિલ્લા તરફ આવી પહોંચી હતી.

બનાસકાંઠાના પાલનપુરમાંથી ઘુસણખોર કરતી બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ

આ પણ વાંચોઃ પાલનપુરમાં સામે આવી વિચિત્ર ઘટના, એક લાખ બાળકોએ એકમાં જોવા મળે છે આ લક્ષણો

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

પાલનપુર SOG પોલીસને આજે મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે ગેરકાયદેસર વિઝા અને પાસપોર્ટ મેળવી ભારતમાં પ્રવેશ કરતી બાગ્લાદેશી યુવતીને ઝડપી પાડી છે. SOG પોલીસે યુવતીની પૂછતાજ કરતા અનેક ખુલાસાઓ બહાર આવ્યાં છે. જેથી એસ ઓ જીની ટીમે યુવતીની અટકાયત કરી ફોરેનર્સ એકટ અને આધાર કાર્ડ એક્ટ મુજબ તેના વિરુદ્ધ ગુનો નથી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આ યુવતી સાથે અન્ય કેટલા લોકો આ રીતે ઘૂસણખોરી કરીને આવ્યા છે તે અંગે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.