બનાસકાંઠા : દિવાળીના નવાં દિવસોમાં લોકોમાં તીર્થ સ્થાનોએ જઇને દર્શન કરવાનું વિશેષ મહાત્યમ રહેલું છે. દિવાળીના તહેવારોમાં અંબાજીમાં યાત્રાળુઓનો ભારે ધસારો રહેતો હોય છે. જેમાં શ્રદ્ધાળુઓને મા અંબાના દર્શન અને આરતીનો લાભ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિરમાં બેસતા વર્ષ નિમિત્તે એટલે કે કારતક સુદ એકમથી લાભ પાંચમ સુધી દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
બેસતા વર્ષના દિવસે નીજ મંદિરમાં 56 ભોગ અન્નકુટ સહિત અને વિશેષ આરતીનું આયોજન
જે મુજબ દર્શનના નિયમિત સમયમાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ અન્નકુટ ધરાવાવનુ છેલ્લા 8 માસથી બંધ છે, તે પણ બેસતા વર્ષથી દિવસે નીજ મંદિરમાં 56 ભોગનો અન્નકુટ સહિત અને વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યુ છે.
મીઠાઈ, ફરસાણ તથા ફટાકડાની 484 કીટનું કલેક્ટરના હસ્તે કરાયું વિતરણ
આ સાથે શુક્રવારના રોજ ધનતેરસથી શરુ થઈ રહેલા દિવાળીના તહેવારોને લઈ જિલ્લા કલેકટર તથા એક દાતા દ્વારા અંબાજીમાં કામ કરી રહેલા સફાઇ કામદારો સહિત ગરીબ લોકોને દિવાળીની શુભેચ્છાના ભાગરૂપે મીઠાઈ, ફરસાણ તથા ફટાકડાની 484 કીટ પણ કલેક્ટરના હસ્તે વિતરણ કરવામાં આવી હતી.
દિવાળી (15 નવેમ્બર) :
- બપોરે 12.00થી 12.30 માતાજીને અન્નકુટ ધરાવીને આરતી કરવામાં આવશે
બેસતું વર્ષ :
- મંગળા આરતી : સવારના 06.00થી 06.30
- સવારના દર્શન : સવારના 06.30થી 11.30
- અન્નકુટ અને આરતી : બપોરના 12.15થી 12.30
- બપોરના દર્શન : બપોરના 12.30થી 04.15
- સાંજની આરતી : સાંજના 18.30થી 19.00
- સાંજના દર્શન : સાંજના 19.00થી 23.00 સુધી રહેશે.
તારીખ 17/11/2020થી 19/11/2020 લાભ પાંચમ સુધી
- મંગળા આરતી : સવારના 06.30થી 07.00
- સવારના દર્શન : સવારના 07.00 થી 11.30
- બપોરના દર્શન : બપોરના 12.30થી 16.15
- સાંજની આરતી : સાંજના 18.30થી 19.00
- સાંજના દર્શન : સાંજના 19.00થી 23.00
20/11/2019થી સવારની આરતી 07.30 કલાકેથી રાબેતા મુજબ રહેશે.