- ડીસામાં બક્ષી મોરચાના કાર્યકર્તાઓની અનોખી સેવા
- વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકો માટે 5000 રેશનકીટ તૈયાર કરાઈ
- દેશના વડાપ્રધાનના શાસનકાળના 7 વર્ષની અનોખી ઉજવણી
- બ્લડ કેમ્પમાં અનેક યુવાનોએ રક્તદાન કર્યું
બનાસકાંઠા: તાજેતરમાં જ ગુજરાતમાં આવેલા વાવાઝોડાના કારણે અનેક ગામોમાં ભારે તારાજી સર્જાઈ છે. હાલમાં મોટાભાગના ગામોમાં વાવાઝોડાના કારણે લોકોની હાલત પણ કફોડી બની છે ત્યારે આવી પરિસ્થિતિમાં ગુજરાતમાંથી અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકો માટે સેવા આપવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ બક્ષી મોરચા દ્વારા વાવાઝોડામાં અસરગ્રસ્તોને 5000 રેશન કીટ આપવા માટે તૈયાર કરવામાં આવી હતી.
![ડીસામાં બક્ષી મોરચાના કાર્યકર્તાઓની અનોખી સેવા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-03-anokhi-seva-gj10014_28052021165922_2805f_1622201362_323.jpg)
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાને પગલે રાજ્ય સરકારે 500 કરોડનું વાવાઝોડા કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું
ગુજરાતમાં તૌકતે વાવાઝોડું
તાજેતરમાં જ ગુજરાતમાં આવેલું તૌકતે વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદના કારણે અનેક પરિવારો બેઘર બની ગયા છે. મોટાભાગના ગામોમાં ગરીબ લોકોને ન તો રહેવા માટે ઘર રહ્યું છે કે ન તો જમવા માટેની કોઈ વ્યવસ્થા. જેના કારણે હાલમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ સંસ્થાઓ દ્વારા વાવાઝોડામાં અસરગ્રસ્ત બનેલા લોકો માટે સેવા પૂરી પાડવામાં આવી રહી છે. ગુજરાતમાં આવેલા વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત લોકો માટે જમવા માટેની વ્યવસ્થા તેમજ રહેવાની અને કપડાની વ્યવસ્થા હાલ અનેક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે.
![બ્લડ કેમ્પમાં અનેક યુવાનોએ રક્તદાન કર્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-03-anokhi-seva-gj10014_28052021165922_2805f_1622201362_399.jpg)
બનાસકાંઠા બક્ષી મોરચાની અનોખી સેવા
તાજેતરમાં જ ગુજરાતમાં આવેલા ભારે વાવાઝોડા અને વરસાદને કારણે અનેક ગામોમાં ભારે તારાજી સર્જાઇ છે. જેના કારણે અનેક પરીવારો ઘર વિહોણા બન્યા છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સમગ્ર ગુજરાતમાંથી વિવિધ સંસ્થાઓ દ્વારા આવા પરિવારોને સમયસર જમવાનું મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે બનાસકાંઠા જિલ્લા બક્ષી મોરચા દ્વારા પણ 25 લાખ રૂપિયાના ખર્ચે 5000 જેટલી રેશન કીટ તૈયાર કરવામાં આવી છે.
![વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકો માટે 5000 રેશનકીટ તૈયાર કરાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-03-anokhi-seva-gj10014_28052021165922_2805f_1622201362_245.jpg)
આ પણ વાંચો: રાજુલા પોલીસની વાવાઝોડા અસરગ્રસ્ત લોકોની મદદ માટે ઉમદા કામગીરી
5000 રેશન કીટ જરૂરીયાતમંદ લોકોને અપાશે
ગુજરાત બક્ષી મોરચાના પ્રમુખ ઉદયભાઇ કાનગડ અને બનાસકાંઠા જિલ્લા બક્ષી મોરચાના મહામંત્રી પી.એન. માળી દ્વારા એક ટીમ તૈયાર કરવામાં આવી છે અને આ ટીમના સહયોગથી વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકો માટે પાંચ હજારથી પણ વધુ રેશન કીટ તૈયાર કરવામાં આવી છે અને આ તમામ રેશન કીટ ગુજરાતમાં અસરગ્રસ્ત પામેલા વિવિધ ગામોમાં પહોંચાડવામાં આવશે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાંથી અસરગ્રસ્ત લોકો માટે સેવા પૂરી પાડવામાં આવી રહી છે. તેમાં બનાસકાંઠા જિલ્લા બક્ષી મોરચો પણ તેમની આ સેવામાં સુર મીલાવી રહ્યો છે.
બ્લડ કેમ્પ યોજાયો
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના સાત વર્ષ પૂર્ણ થતાં સમગ્ર ભારતમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના સાત વર્ષ પૂર્ણ થતાં શુક્રવારના રોજ અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ડીસાના રાણપુર ગામ ખાતે આવેલ સોમનાથ કોલ્ડ સ્ટોરેજ પર બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ કેમ્પમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામમાંથી ભાજપના કાર્યકર્તાઓ અને યુવાનો જોડાયા હતા. રક્તદાન થકી દેશના વડાપ્રધાનના શાસનકાળના સાત વર્ષ પૂર્ણ થતાં ભાજપના કાર્યકતાઓ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપના કાર્યકર્તાઓ સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.