- બનાસકાંઠા જિલ્લામાં 26મી જાન્યુઆરીની ધામધૂમપૂર્વક ઊજવણી
- ડીસાના રાધે બંગલોઝ ખાતે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી
- 50 બાળકોએ આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો
- દેશના વીર જવાનો અને દેશના જાણીતા સ્તંભના ચિત્ર દોર્યા
બનાસકાંઠાઃ કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠાની તમામ શાળાઓ, જાહેર સ્થળો પર લોકોએ ઓછી સંખ્યામાં હાજર રહી પ્રજાસત્તાક દિવસ ઊજવ્યો હતો. પાલનપુર ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બનાસકાંઠા જિલ્લાના તમામ લોકો હાજર રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
ડીસાના રાધે બંગલોઝ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા 26મી જાન્યુઆરીની ઉજવણી ચિત્ર સ્પર્ધા રાખી ઉજવણી કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં 50 જેટલા નાના બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને દેશ ભક્તિના રંગમાં રંગાઈ આજે નાના બાળકો ચિત્ર દોરતા નજરે પડ્યા હતા. આ કાર્યક્રમમાં વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ડીસામાં ચિત્ર સ્પર્ધા દરમિયાન 50 જેટલા નાના ભૂલકાઓએ ભાગ લીધો હતો અને આઝાદીમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા તમામ વીર જવાનોને અને દેશના સપુતો તેમ જ ભારત દેશમાં જાણીતા સ્તંભના ચિત્રો દોરવામાં આવ્યા હતા. આ ચિત્ર સ્પર્ધામાં એકથી ત્રણ નંબર મેળવનારા નાના બાળકોને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.