- બનાસકાંઠા જિલ્લામાં 4500, UGVCL અને જેટકો કંપનીના કર્મચારીઓ હડતાલ પર
- તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સરકારનો વિરોધ કરશે.
- બનાસકાંઠા જિલ્લાના 4500 કર્મચારી હડતાલ પર
બનાસકાંઠાઃ જિલ્લામાં પણ જેટકો કંપનીના કર્મચારીઓ તેમની વિવિધ માંગણીઓને લઇને હડતાલ પર ઉતર્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારે તેમની કોઈ માંગણી ન સંતોષતા બનાસકાંઠા જિલ્લાના 4500 જેટલા કર્મચારીઓએ સરકાર સામે વિરોધ કર્યો હતો.
UGVCL અને જેટકો કંપનીના કર્મચારીઓએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો
બનાસકાંઠા જિલ્લામાં UGVCL અને જેટકો કંપનીના 4500 જેટલા કર્મચારીઓએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. સાતમાં પગાર પંચના એલાઉન્સ અને 2016થી એરિયર્સ સહિત વિવિધ માંગણીઓ સંદર્ભે કર્મચારીઓ સરકારમાં વારંવાર રજૂઆત કરી હતી. તેમ છતાં પણ આજદિન સુધી કર્મચારીઓની માંગણીઓ સંદર્ભે સરકાર દ્વારા કોઇ વિચારણા કરવામાં આવી નથી તેથી કંટાળેલા UGVCLઅને જેટકો કંપનીના 4500 જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતરીયા હતા અને જિલ્લાની વિવિધ કચેરીઓમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.
આવતીકાલથી તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સરકારનો વિરોધ કરશે
આ વિરોધ પ્રદર્શન અંતર્ગત આવતીકાલથી તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી 20 તારીખ સુધી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે. તેમ છતાં સરકાર દ્વારા આ મામલે કોઇ જ નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી 21 મી જાન્યુઆરીના રોજ ગુજરાતના 45 હજારથી પણ વધુ કર્મચારીઓ માસ CL પર ઉતરી જશે અને તેના કારણે ગુજરાતમાં અંધારપટ છવાઈ શકે તેમ છે. આ સમયગાળા દરમિયાન જો ગુજરાતમાં કોઈપણ સ્થિતિ સર્જાશે. તો જેની તમામ જવાબદારી સરકારની રહેશે. જેથી તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા UGVCL અને જેટકે કર્મચારીઓની માંગણી પૂર્ણ કરવામાં આવે જેથી આવનારા સમયમાં કર્મચારીઓનું આંદોલન ઉગ્ર ન બને.
સરકાર માગણી પૂર્ણ કરે છે કે, પછી આંદોલન શરૂ રહેશે
આંદોલનકારીઓનું માનીએ તો એક તરફ સરકાર કર્મચારીઓની માંગણીને લઇને કોઇ રસ દાખવતી નથી ત્યારે બીજી તરફ UGVCL અને જેટકોના કર્મચારીઓની પણ માગણીઓને લઇ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે, ત્યારે હવે આગામી સમયમાં સરકાર તેમની માગણી પૂર્ણ કરે છે કે, પછી આંદોલન વધુ આક્રમક બને તે જોવાનું રહ્યું.