મળતા માહીતી મુજબ લાખણીના કુડા ગામે 4 લોકોની હત્યા કરવામાં આવી હતી. હત્યા કરનાર શખ્સે પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેની હાલત ગંભીર છે જેથી તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. હત્યા કરનાર શખ્સે ગાળાના ભાગે તિક્ષ્ણ હત્યારથી ઘા કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટનામાં આરોપીની માતા, બે પુત્ર અને પુત્રીની હત્યા કરી હતી. આરોપી પિતાની હાલત ગંભીર છે.
ઘરની દિવાલ પર રૂપિયા 21 લાખની ઉઘરાણીનો હિસાબ અને તમામ મૃતકોના નામ લખ્યા છે.જેના પરથી પ્રાથમિક તારણમાં રૂપિયા 21 લાખની ઉઘરાણીનો મુદ્દો પોલીસ તાપસમાં સામે આવ્યો છે.