બનાસકાંઠા: બાંધકામ દરમિયાન સેફટી માટે જે તકેદારી રાખવી જોઈએ તે રાખવામાં આવતી નથી. જેના કારણે બાંધકામ થવા સમયે અકસ્માત સર્જાય છે. આવી જ એક ઘટના પાલનપુર તાલુકાના સેજલપુર ગામે બની છે. સેજલપુર ગામમાં એક જર્જરિત દીવાલ ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયાં.
મળતી માહિતી મુજબ, સેજલપુર ગામમાં શૌચાલયના કુવાનું ખોદકામ ચાલુ હતું. આ દરમિયાન તેની પાસે આવેલી જર્જરિત દીવાલ ધરાશાયી થતા 11 લોકો દટાયા હતા. એક સાથે 11 લોકો દટાતા ગામના ટોળેટોળા એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ મામલતદાર કચેરીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
દીવાલ નીચે દટાયેલા લોકોને કાટમાળમાંથી બહાર કાઢી તાત્કાલિક ધોરણે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરી તપાસમાં 2 નાના બાળકો તેમજ એક મહિલા મોતને ભેટી હોવાની બાબત સામે આવી છે.
સોમવારે બનેલી દુર્ઘટનામાં ત્રણ ગરીબ મજૂર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બાંધકામ દરમિયાન જે સેફ્ટી રાખવી જોઈએ તે ન રાખવામાં આવી અને તેના કારણે દુર્ઘટના સર્જાઈ છે, ત્યારે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે તપાસમાં ગુનેગાર લોકો સામે શું પગલાં લેવામાં આવે છ.
મૃતકોના નામ
- રાહુલ પરેશભાઈ વસૈયા
- નૈના રાજુભાઈ વસૈયા
- સીતાબેન રાજુભાઇ વસૈયા