ડીસા ખાતે કાર્યરત એન્જલ્સ સ્કૂલ ખાતે એજ્યુકેશન ફન ફેર 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી તેમજ હિન્દી સાહિત્ય પરિચય, વૈદિક ભાષા, ચિત્રકલા, જૈવિક ખેતી, ભારતનો ઇતિહાસ, ગીતાસાર, આકાશગંગા જેવા કાર્યક્રમો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
આ તમામ કાર્યક્રમોની તૈયારી ઓ શાળાના બાળકો દ્વારા છેલ્લા એક મહિનાથી કરવામાં આવી રહી હતી. જમવા માટે મોટી સંખ્યામાં વાલીમિત્રો વિદ્યાર્થીઓ હાજર રહી આ બે દિવસીય ફન ફેર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એંજલ સ્કૂલ દ્વારા અવારનવાર આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. જે ખરેખર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખુબ જ ઉપયોગી નીવડે છે.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિને લગતા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા ખાસ કરીને આજે હિન્દી ફિલ્મોની દુનિયામાં લોકો ભારતીય સંસ્કૃતિના રામાયણ અને મહાભારત જેવા કથાઓ ભૂલી ગયા છે, જે લોકો ફરીથી યાદ કરે તે માટે વિદ્યાર્થીઓ દ્વારા ફન ફેર કાર્યક્રમમાં લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષકો વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.