ETV Bharat / state

ડીસામાં કુવામાંથી મળ્યા 2 મૃતહેદ, પરિવારે 28 દિવસ અગાઉ કરી હતી ગુમ થયાની ફરિયાદ - બનાસકાંઠા પોલીસ

ડીસા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા એક અવાવરૂ કુવામાંથી 2 યુવકોનો મૃતદેહ મળી આવ્યો છે. જેથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. પોલીસે બન્ને મૃતદેહને કુવામાંથી બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV BHARAT
ડીસામાં કુવામાંથી મળ્યા 2 મૃતહેદ, પરિવારે 28 દિવસ અગાઉ કરી હતી ગુમ થયાની ફરિયાદ
author img

By

Published : Jun 26, 2020, 7:13 PM IST

બનાસકાંઠાઃ જિલ્લો જાણે મીની યુપી બની ગયો હોય તેમ રોજબરોજની એક બાદ એક ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહી છે. ક્યાંક હત્યા થઈ રહી છે, તો ક્યાંક આત્મહત્યા. ગત ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લો લોહિયાળ સાબિત થઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. ક્યાંક પૈસાની ઉઘરાણીમાં હત્યા થાય છે, તો ક્યાંક નજીવી બાબતને લઈ લોકો આત્મહત્યા જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે ડીસા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા અવાવરૂ કુવામાંથી 2 મૃતદેહ મળી આવ્યા છે.

ડીસામાં કુવામાંથી મળ્યા 2 મૃતહેદ, પરિવારે 28 દિવસ અગાઉ કરી હતી ગુમ થયાની ફરિયાદ

ડીસામાંથી 2 યુવકોના મૃતદેહ મળ્યા

  • બન્ને યુવકો સંબંધમાં પિતરાઈ ભાઈ છે
  • 28 દિવસથી હતા ગુમ
  • ઘરેથી કપડા ખરીદવાનું કહી નીકળ્યા હતા
  • મોબાઈલ લોકેશનના આધારે પોલીસને મળ્યા બન્ને યુવકો
  • પરિવારે કરી હત્યાની આશંકા

આ યુવકોમાંથી એક યુવકની રાધનપુર તાલુકાના સીનાડ ગામના રણજિત ઠાકોર અને બીજોની વાવ તાલુકાના જામડાં ગામના રણછોડ ઠાકોર તરીકે ઓળખ થઇ છે. આ બન્ને યુવકો પિતરાઈ ભાઈ છે અને 31 મેના રોજ ભાભર કપડાં ખરીદવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ બન્ને ભાઈ પરત નહીં આવવાથી પરિવારજનોએ ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

ETV BHARAT
મૃતદેહ મળી આવ્યા

ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં 27 દિવસ બાદ અચાનક એક યુવકનો ફોન ચાલુ થતાં મોબાઈલ લોકેશનના આધારે પોલીસ બન્ને યુવકના મૃતદેહ શોધવામાં સફળ થઇ છે.

બન્ને યુવકોનો મૃતદેહ અવાવરૂ કુવામાંથી મળી આવતાં પોલીસે ડીસા નગરપાલિકાની ટિમની મદદથી બન્ને યુવકોના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ બન્ને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બન્ને યુવકના મૃતદેહ મળ્યા બાદ પરિવારે હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને તપાસની માગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.