બનાસકાંઠા: પ્રાચીન પ્રથા અનુસાર લાલ દંડાવાળો સંઘ અંબાજી મંદિર પહોંચે એટલે તેને અલગ દરવાજાથી પ્રવેશ આપવામાં આવે છે. લાલ દંડાવાળા સંઘ દ્વારા મંદિરે ધજા ચડાવીને ચાચર ચોકમાં પ્રાચીન ગરબાનું આયોજન થાય છે. ધ્વજારોહણ કર્યા બાદ ચાચર ચોકમાં લાલ દંડાવાળા સંઘનો જ્યારે ગરબા થયા ત્યારે લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. લાલ દંડાવાળા સંઘ દ્વારા શરૂ કરવામાં આવેલ પદયાત્રાની પ્રથાએ આજે ઘણું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું છે.
"અમુક જે જૂની પરંપરા છે જે પરંપરા જોઈને પણ આપણું મન ભરાઈ આવે તેવી પરંપરા છે. તે પૈકીનો એક આ પરંપરા લાલ ડંડા વાળો સંઘ જે ભાદરવી પૂનમના અમદાવાદથી પગપાળા અંબાજી ધામમાં આવી ધ્વજારોહણ કરી છે. અમારા દ્વારા પણ એક સ્વાગત કરવાનો મોકો મળ્યો એટલે હું પણ ધન્યતા અનુભવી છે અને આ પ્રસંગમાં મને પણ જોડાવાનો એક લાવો મળ્યો એ બદલ હું માં અંબાનો પણ ખુબ ખુબ આભાર માનું છું"-- અરુણ બરન ( બનાસકાંઠા જિલ્લા કલેક્ટર)
ધામધૂમથી પગપાળા: કહેવાય છે કે, દેશમાં પ્લેગ નામની બીમારીએ હાહાકાર મચાવ્યો હતો. ત્યારે માં અંબાને બાધા માંગવામાં આવી હતી. ત્યારબાદ માં અંબાના આશીર્વાદ સ્વરૂપે બીમારીનો ખાતમો થતાં ત્યારબાદ તેમણે બાધા પૂરી કરવા પગપાળા અંબાજી આવી માતાજીનો આશિષ મેળવ્યો હતો. ત્યારથી સતત દરવર્ષે લાલ દંડાવાળો સંઘ અંબાજી આવે છે. આ સંઘમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. ધામધૂમથી પગપાળા ચાલી માં ના ચરણમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવે છે. જ્યારે આ સંઘ દાંતા પહોંચતા સ્ટેટ વખતના રાજવી પરિવારના રાજા સિદ્ધરાજ દ્વારા આ સંઘનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે આ સંઘ આજે અંબાજી પહોંચતા પ્રથમ ખોડિયાર માતાના મંદિરે માતાજીના થપ્પા લગાવ્યા હતા.
આશીર્વાદ સ્વરૂપે બીમારી: આ સંઘ સૌથી જૂનો પગપાળા સંઘ કહેવાય છે. સતત 189 વર્ષથી અંબાજી આવતો આ પગપાળા સંઘ લાલ દંડાવાળો સંઘના નામે ઓળખાય છે. લાલ દંડાવાળા પગપાળા સંઘ અંબાજી પહોંચી ખોડિયાર માતાજીની પૂજા વિધિ કર્યા બાદ માં જગત જનનીના નિજ મંદિરે પહોંચે છે. અંબાજી મંદિર પહોંચી વિધિવત રૂપે લાલ ડંડા વાળા સંઘે માતાજીની પૂજા અર્ચના સાથે માતાજીના મંદિરે ધજા ચઢાવે છે. દેશમાં પ્લેગ નામની બીમારી હાહાકાર મચાવ્યો હતો. ત્યારે માં અંબાને બાધા માંગવામાં આવી હતી. માં અંબાના આશીર્વાદ સ્વરૂપે બીમારીનો ખાતમો થતાં તેમણે બાધા પૂરી કરવા વર્ષોથી લાલ ડંડા વાળો સંઘ માના ચરણોમાં આવે છે.