ETV Bharat / state

બનાસકાંઠામાં વીજળી પડતાં 120 અબોલ બકરીઓના મોત - rohit thakor

બનાસકાંઠાઃ વીજળી પડતા 120 બકરીઓના મોત થવાની ઘટના સામે આવી છે. દુષ્કાળગ્રસ્ત સુઈગમ વિસ્તારમાં અબોલ પશુઓના મોત થતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

hd
author img

By

Published : Jun 20, 2019, 1:57 AM IST

બનાસકાંઠા જિલ્લો એકતરફ દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી સામાન્ય વરસાદ થતાં ખેડૂતોને રાહતના સમાચાર મળ્યા હતા. ત્યારે આજે સુઈગામ તાલુકાના કૂંડાળીયા ગામમાં મોડી સાંજે અચાનક વીજળી પડી હતી. જેમાં એક પશુપાલકની તમામ બકરીઓ મોતને ભેટી હતી.

પશુપાલક વાલાભાઈ રબારીના ઘરના વાડામાં ઘરમાં 120 બકરીઓ બાંધેલી હતી, જ્યાં વીજળી પડતા બકરીઓનું કરૂણ મોત નીપજ્યુ છે. જેથી પશુપાલક માટે આભ ફાટી જવા જેવી ઘટના બની છે. બાદમાં ગામના સરપંચ પશુપાલકને ત્યાં પહોંચી સરકારી મદદની ખાતરી આપી હતી.

લોકેશન... વાવ.બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા.19 06 2019

સ્લગ... વીજળી પડતા મોત

એન્કર...બનાસકાંઠામાં વીજળી પડતા 120 બકરીઓ ના કરૂણ મોત નિપજ્યા છે દુષ્કાળગ્રસ્ત સુઇગમ વિસ્તાર માં બકરીઓના મોત થતા  પશુપાલક ને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે...

વિઓ...બનાસકાંઠા જિલ્લો એક તરફ દુષ્કાળની પરિસ્થિતનો સામનો કરી રહ્યો હતો પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી સામાન્ય વરસાદ થતા ખેડૂતોને અને પશુપાલકોને કુદરત પાસે સારા વરસાદની અને સારા વર્ષની આશા બંધાઇ હતી પરંતુ આજે સુઇગામ તાલુકાના કૂંડાળીયા ગામમાં મોડી સાંજે અચાનક વીજળી પડતા એક જ પશુપાલક ની તમામ બકરીઓ મોતને ભેટી હતી વાલાભાઈ સેધાભાઈ રબારી ના ઘર ન વાડા માં 120 બકરીઓ હતી , તે સમયે અચાનક તેના ઉપર વીજળી પડતાં તમામ બકરીઓના કરુણ મોત થયા હતા જ્યારે બકરીઓ પાસે રહેલા બે યુવકોના આબાદ બચાવ થયો હતો આ બનાવની જાણ થતાં જ રબારી વાલાભાઈ સહિત તેમનો પરિવાર ઘર બહાર દોડી આવ્યો હતો , જો કે વીજળી પડવાના કારણે તમામ બકરીઓ ના કરૂણ મોત થતા તેના માલિકને માથે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી અને તેના કારણે મોટુ નુકશાન વેઠવું પડ્યું છે આ બનાવની જાણ થતાં જ ગામના માજી સરપંચ કરસનજી રાજપૂત પણ તેમના ઘરે આવી પહોંચ્યા આવ્યા હતા વાલાભાઈ રબારીને સાંત્વના આપી સરકારી સહાય અપાવવા માટે મદદ કરવા જણાવ્યું હતું.......

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.