ETV Bharat / state

બનસકાંઠાઃ કોટડા ભાખર ગામે દૂધ દોહવાના મશીનમાં આવ્યો કરંટ, 11 પશુના મોત - બનાસકાંઠાના તાજા સમાચાર

બનાસકાંઠામાં કોટડા ભાખર ગામે આજે સોમવારે દૂધ દોહવાના મશીનમાં કરંટ લાગતા 11 પશુઓના મોત થયાં છે. આ બનાવને પગલે બનાસડેરીના અધિકારીઓ, પોલીસ અને UGVCLની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી.કરંટથી મોત થતાં પશુપાલકને અંદાજે 11 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

11 પશુના મોત
11 પશુના મોત
author img

By

Published : Dec 21, 2020, 10:13 PM IST

Updated : Dec 21, 2020, 10:51 PM IST

  • દૂધ દોહવાના મશીનમાં આવ્યો કરંટ
  • કરંટ લાગવાથી 11 પશુના મોત
  • પશુપાલકને 11 લાખ રૂપિયાનું નુકસાન
    કોટડા ભાખર ગામે દૂધ દોહવાના મશીનમાં આવ્યો કરંટ

બનાસકાંઠાઃ જિલ્લો વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે, પરંતુ ધીમે-ધીમે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ખેતીમાં નુકસાન થતાં ખેડૂતો પશુપાલન તરફ વળ્યા હતા અને સમય જતા બનાસકાંઠા જિલ્લામાં પશુપાલનની સંખ્યામાં અને દૂધમાં વધારો થયો હતો. જેથી જિલ્લામાં બનાસ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી.

દૂધ દોહવાના મશીનને કારણે કરંટ લાગ્યો

બનાસકાંઠા જિલ્લો મોટાભાગે પશુપાલન સાથે સંકળાયેલો જિલ્લો છે, ત્યારે કેટલીક વખત કુદરતી હોનારતના કારણે પશુઓના મોત નિપજવાના સમાચાર આવે છે. આવો જ વધુ એક બનાવ દાંતીવાડા તાલુકાના કોટડા ભાખર ગામેથી સામે આવ્યો છે. આ ગામમાં આજે સોમવારે વહેલી સવારે દૂધ દોહવાના મશીનમાં કરંટ લાગતાં 11 પશુઓના મોત થયાં છે.

ETV BHARAT

કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવા માગ

આ અંગે પશુપાલકે જણાવ્યું હતું કે, ગાયોના કારણે તેમના પરિવારનું ગુજરાન ચાલતું હતું, પરંતુ અચાનક આજે સોમવારે વહેલી સવારે દૂધ દોહવાના મશીનમાં ખામી સર્જાવાથી ગાયોને દૂધ દોહવા માટે લગાવેલા મશીનમાં વીજ કરંટ આવ્યો હતો. જેથી તેમની 11 ગાયના મોત થયાં છે. વધુમાં આ ખેડૂતે દૂધ દોહવાના મશીનની કંપની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી છે.

Last Updated : Dec 21, 2020, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.