તાજેતરમાં પાલનપુર ખાતે કરાટેની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પલકે રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ પલક આણંદ ખાતે રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ભાગ લીધો. ત્યાં સુવર્ણ ચંદ્રક મેળવી સાહસનો પરચો કરાવ્યો હતો. આગામી સમયમાં પલક ગોવા ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધામાં ભાગ લેવા માટેની તૈયારી કરી રહી છે.
પલકનું સપનું છે કે,તે રાષ્ટ્રીય કક્ષાએ પણ સુવર્ણ ચંદ્રક જીતે. તેની માટે તે રાતદિવસ મહેનત કરી રહી છે. નાની ઉંમરમાં બુલંદ હોંસલા ધરાવતી પલક આજે કરાટેમાં મહારત હાંસલ કરી ચૂકી છે. ટૂંક સમયમાં જ પલક બ્લેક બેલ્ટ મેળવવા માટેની તૈયારીઓ કરશે. હાલ, પલક તેની નાની બહેનને કરાટેની તાલીમ આપી રહી છે.
છોકરીઓને જો ઊડવા આકાશ આપવામાં આવે તો તેમની ઊડાનને કોઈ આંબી શકતું નથી. બસ તેમને આઝાદ કરવાની જરૂર છે. પલક જેમ આજે સફળતાની સર કરી રહી છે. તેમ આવી અનેક દીકરીઓ જે સામાજિકવાડામાં બંધાઈ રહી છે. તે તમામ આવી ઊડાન ભરી શકે છે.