બનાસકાંઠા: જિલ્લામાં અત્યાર સુધી 1000થી પણ વધુ કોરોના વાઇરસના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લામાં માત્ર 50 કેસ સામે આવ્યા હતા, પરંતુ તે ધીમે ધીમે બનાસકાંઠા જિલ્લામાં લોકોનો સંક્રમણ વધતાની સાથે જ કોરોના વાઇરસના પોઝિટિવ કેસોમાં વધારો થવા માંડ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં બહારથી આવેલા લોકોના કારણે સંક્રમણ સૌથી વધુ જોવા મળ્યું હતું, ત્યારે ગત ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો, પરંતુ રવિવારે કાંકરેજ તાલુકાના થરા ગામમાં આવેલી પાવાપુરી સોસાયટીમાં એક સાથે 10 કોરોના વાઇરસના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જેથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. પાવાપુરી સોસાયટીમાં કોરોનાના 10 પોઝિટિવ કેસ આવવાથી સોસાયટીના 60થી પણ વધુ કરોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
આ અંગે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જીગ્નેશ હરીયાણીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના કેસમાં વધારો થવાનું કારણ લોકોનું સંક્રમણ છે. ગત ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો હતો, પરંતુ હાલ લોકો સરકારની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી બજારમાં ફરી રહ્યા છે, તેના કારણે સતત કોરોના વાઇરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.