બનાસકાંઠાઃ જિલ્લાના ધાનેરા તાલુકાના મગરવા ગામે દાણ ખાધા બાદ 10 પશુઓના અચાનક મોત થયા છે. જેના કારણે પશુપાલકને અંદાજે 3 લાખનું નુકસાન થયું છે.
મળતી માહિતી પ્રમાણે. પ્રકાશભાઈ નામના પશુપાલકે ઢાળીયામાં રાખેલા 10 પશુઓને દાણ આપ્યું હતું. ત્યારબાદ પશુઓને આફરો ચઢતાં એક પછી એક 10 પશુઓના મોત ભેટ્યાં હતા.
બનાવની જાણ થતાં જ બનાસડેરીના વેટનરી તબીબોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો 10 પશુઓના કમકમાટીભર્યા મોત થયા હતા. તબીબોએ પ્રાથમિક તપાસમાં ગરમીના કારણે ફૂડ પોઇઝનિંગથી મોત થયું હોવાનું અનુમાન છે, ત્યારે પશુપાલન પર નિર્ભર અને પરિવારનું ગુજરાન ચલાવતા પ્રકાશભાઈના 10 પશુઓના મોતથી આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.