- મ્યુકરમાઇકોસીસનો સૌથી વધુ ખતરો કોરોના દર્દીઓને
- ઇમ્યુનિટી ઓછી હોય તેવા લોકોને પણ ખતરો
- ઓપરેશન પછી પણ તકલીફ
મોડાસા: કોરાના (Corona ) વાયરસની સાથે સાથે હવે કેટલાક પોસ્ટ કોવિડ દર્દીઓને મ્યુકરમાઇકોસીસ (Mukarmycosis) ફંગસની બીમારી પણ થઇ રહી છે. અરવલ્લી જિલ્લામાં બ્લેક ફંગસના દર્દીઓમાં વધારો થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે . ડાયબીટીસ કે કેંસર અથવા સ્ટેરોઇડ (Steroids) લેતા કોરોનાગ્રસ્ત દર્દીનેઆ બીમારી થવાની સંભાવના વધુ છે તેવુ મોડાસાના જાણીતા ઇ.એન.ટી સર્જન વિનય ગાંધી એ જણાવ્યુ હતું.
કોરોના દર્દીઓને થવાની સંભાવના વધુ
મોડાસા નાંમાંકીત ઇ.એન.ટી સર્જન વિનય ગાંધી જણાવે છે કે “છેલ્લા સવા મહિનાથી મ્યુકરમાઇકોસીસ ફંગસના કેસ ઘણા આવે છે. “રાયઝોપસ ફંગસ” જે મ્યુકર માઇકોસીસ કહેવાય છે. આ બિમારી પોસ્ટ કોવિડ દર્દીઓ ને થાય છે. કોરાનની બીજી લહેર માં આ કેસ જોવા મળે છે. બીજી લેહરમાં વાયરસ મ્યુટંટ જે આપણે ઇમ્યુનીટી સીસ્ટમને ડીફેક્ટીવ બનાવી દે છે જેના કારણે ડાયબેટીસના દર્દીઓને મ્યુકરમાઇકોસીસનું ઇનફેકશન લાગે છે ઇમ્યુનીટી ઓછી હોય તેવા કેંસર ના દર્દીઓ અને જે દર્દીઓ સ્ટીરોઇડ લેતા હોય તેવા દર્દીઓને પણ મ્યુકર માઇકોસીસ થાય છે.
આ પણ વાંચો : મ્યુકરમાઇકોસીસની અસર મગજ પર થાય ત્યારે જ ઇન્જેક્શનની જરૂર: ડૉ. સુભાષ અગ્રવાત
ઓપરેશન પછી પણ તકલીફ
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે છેલ્લા 15 દિવસથી રોજના ચાર થી પાંચ શંકાસ્પદ કેસ આવે છે એમના કેઓ.એચ સ્ટેન કરાવીએ અને એમ.આર.આઇની તપાસ કરાવીએ તો રોજ ના બે દર્દીઓ પોઝીટીવ મળી આવે છે. એક વાર એમનું ઓપરેશન પણ કરી નાખીએ છીએ પણ ઓપરેશન થયા પછી ફંગસ લોહીની નસ માં જઇ ઉંડે સુધી ફેલાય છે અને નસમાં થી નાક માં થઇ આંખ માં કે બ્રેન માં જતા વાર નથી લાગતી એટલા માટે ઓપ્રેશન થયા પછી એટલે એને મટાડવા માટે ઓપ્રેશન પછી ઇન્જેકશન બહુ જરૂરી હોય છે .