ઉપર આભ અને નીચે ધરતી અને તેના ઉપર દંડવ્રત કરતા કરતા ટાઢ તાપ અને માર્ગમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અમરાવતીના દીનદાસ થોરટ સતત ત્રણ માસથી બરછટ રસ્તા પર દંડવ્રત કરી રહ્યા. પોતાના વહાલસોયા દીકરાને વીજ કરન્ટ લાગતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. ઈલાજની સાથે સાથે તેમણે વૈષ્ણવ દેવીની માનતા રાખી હતી કે, જો તમેનો દીકરો સાજો થઈ જાય તો તે દંડવ્રત કરી વૈષ્ણવ દેવી દર્શન કરવા જશે .
વૈષ્ણવ દેવી પહોંચતા હજુ દિનદાસને 6 થી 7 માસ લાગશે, પરંતુ એક શ્રદ્ધા જ છે જે તેમના થાકવા દેતી નથી. તેઓ કહે છે કે, તમને આ સફરમાં કોઈ જ પરેશાની નથી. આ પહેલી વખત નથી દિનદાસ દંડવ્રત કરતા વૈષ્ણવ દેવી જઇ રહ્યાં છે. 2001માં તેઓ પત્ની સાથે આજ રીતે માતાના દર્શન કરવા ગયા હતા .